RAJKOT : બગદાદના વેપારી સાથે ગોંડલના દંપતી દ્વારા રૂા.1.63 કરોડની છેતરપિંડી

0
50
meetarticle

ગાયત્રીનગરમાં રહેતા એકસપોર્ટ ઈમ્પોર્ટનો વ્યવસાય કરતા દંપતીએ ઈરાકના બગદાદના વેપારીને તલ અને મગફળીનો સોદો પાડી આ બાબતે પૈસા લઈ લીધા બાદ નકકી થયેલા તલ અને મગફળીની ડિલિવરી ન મોકલતા બગદાદની પેેઢીના મદુરાઈસ્થિત કમ્પલેઈન પાવર ઓફ એટરની ધારક વ્યકિતએ  બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

તમિલનાડુના મદુરાઈમાં રહેતા ફરિયાદી રામકુમાર નાગનાથે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે તે ઈરાકના બગદાદની વાદી અલશાહદ કંપની ફોર જનરલ ટ્રેડિંગ કંપની લિમિટેડના માલિક અબ્દુલ્લા રજાક રાધી છે તેની કંપની માટે મહંમદ યુસુફ અંસારી સાથે પાંચવર્ષથી લીગલ કામકાજ સંભાળે છે.  ઈરાકના ખરીદદાર વેપારી અબ્દુલ્લા રાધીએ તેને જણાવ્યું હતું કે તેને મોબાઈલમાં વ્હોટસેપ અને કોલ આવ્યો હતો જેમાં કોલ કરનાર મહિલા સોનલ પટેલે તલ અને મગફળીના મોટા વેપારી હોવાની ઓળખ આપી તે અને તેના પતિ  ઉર્વિશ પટેલ કર્તવ્ય ઈન કોર્પોરેશન નામની ગોંડલના ગાયત્રીનગરમાં  પેઢી ધરાવે છે. મોટા મોટા દેશોમાં વેપાર અને નિકાસ કરતા હોવાની વાત કરી કંપનીના જુદા જુદા ડોક્યુમેન્ટ વોટસએપ મારફત મોકલી વિશ્વાસ હાંસલ કર્યો હતો.આથી વિશ્વાસમાં આવી જઈ બગદાદના ખરીદદાર વેપારીએ તલ અને મગફળી ખરીદવાનું નકકી કરી ૧૦૮ટન મગફળી માટે ૧૦૩૬૮૦ અને ૫૪ ટન તલ માટે ૮૪૨૪૦ડોલર મળી કુલ ૧૮૭૯૨૦ અમેરિકન ડોલર સોનલ પટેલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ માલની ડિલેવરી મળી ન હતી .એ પછી કંપનીના અન્ય લીગલ અડવાઇઝર મહંમદ યુસુફભાઈ અનસારીએ સોનલ અને અના પતિ પૂર્વીશ વિરૂદ્ધ અરજી કરતા સોનલે ગત તા.૫ ઓગષ્ટના રોજ ૩ લાખ જમા કરાવ્યા હતા. બાકીની રકમ ચૂકવી દેવાની ખાતરી આપતા કાર્યવાહી સ્થગિત રાખી હતી. પરંતું એ પછી બાકીની રકમ આજ સુધી ન ચૂકવતા અને માલ પણ ન મોકલતા ભારતીય ચલણ મુજબ રૂા.૧,૬૩,૭૯,૬૨૧ની છેતરપિંડી આચરતા આખરે ગોંડલમા કાર્યવાહી આગળ વધારી ફરિયાદ નોંધાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here