BHAVNAGAR : ભેસવડી ગામે 4 જેસીબી, 3 ડમ્પર મળી 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

0
43
meetarticle

તળાજા તાલુકાના ભેસવડી ગામે નવાગામના ખનન માફિયાઓ બેફામ બની ગેરકાયદે ખનન પ્રવૃત્તિ કરતા હોવાની ફરિયાદોના આધારે દરોડો પાડી સવા કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોંપી દીધો છે.


તળાજાના ભેસવડી ગામે આજે મંગળવારે ભૂસ્તરશાસ્ત્રી-ભાવનગરની તપાસ ટીમે દરોડો પાડતા ત્રણ સ્થળે ગેરકાયદે ખનન પ્રવૃત્તિ થતી હોવાનું જણાઈ આવતા તપાસ ટીમે રેતી ચાળવાના ચારણા, તેને સંલગ્ન સામગ્રી, યોગરાજસિંહ વખતસિંહ ગોહિલ (રહે, નવાગામ)ની માલિકીનું જેસીબી નં.જીજે.૦૪.સીએફ.૧૦૧૫, જીજે.૩૬.એસ.૯૦૮૨, વિજયસિંહ પરબતસિંહ ગોહિલ (રહે, નવાગામ)ની માલિકીનું જેસીબી નં.જીજે.૦૪.સીએફ.૫૪૧૮ અને જીજે.૦૪.સીએ.૧૮૧૮ તેમજ શખ્સની જ માલિકીનું ડમ્પર નં.જીજે.૦૫.બીવી.૬૮૫૧, જીજે.૨૩.ડબ્લ્યુ.૬૮૫૧ અને યોગરાજસિંહની માલિકીનું ડમ્પર નં.જીજે.૩૬.ટી.૯૮૧૮ તથા રેતી/ગ્રેવલ ખનીજના જથ્થા સહિત ૧.૨૫ કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી અલંગ પોલીસ ખાતે સીઝ કરવામાં આવ્યો છે. વધુમાં શખ્સો સામે આગળ દંડનિય કાર્યવાહી કરાશે તેમ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ. જાલોંધરાએ જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here