ગુજરાત કોંગ્રેસ દ્વારા ઢીમા થી નીકળેલી જન આક્રોશ યાત્રા આજે બહુચરાજી ખાતે સમાપન થઈ રહી છે

ત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ ફ્રન્ટ ફુટ પર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે દાંતા અમીરગઢના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આજે દાંતા ખાતે મોટી સંખ્યામાં જોડાઈને ભાજપ સરકાર અને તંત્ર સાથે પોલીસ પર હુરિયો બોલાવી હર્ષ સંઘવીને દારૂડિયા કહ્યા હતા.જન આક્રોશ યાત્રા દરમિયાન દાંતા ખાતે જીગ્નેશ મેવાણી દ્વારા પણ હર્ષ સંઘવી પર મોટો આરોપ મૂકાયો હતો ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જંગલ, જમીન,દાખલાઓ, દારૂ, ડ્રગ્સ અને ખેડૂતના ખાતરને લઈને મોટી સંખ્યામાં દાંતા પ્રાંત કચેરીમાં આવીને નારેબાજી સાથે આવેદન પત્ર આપ્યું હતું.દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારોમાં ચાલતા દારૂ અને વિવિધ પ્રાણ પ્રશ્નો ને લઈને કાંતિ ખરાડી દ્વારા આજે એલાન કરાયું હતું અને મોટી સંખ્યામાં કોંગ્રેસના નાના મોટા નેતાઓ કાર્યકર્તાઓ સાથે જોડાઈને સર ભવાની સ્કૂલ ના ગેટ થી દાંતા પ્રાંત કચેરી સુધી મોટી સંખ્યામાં નારેબાજી લગાવીને સરકાર અને પોલીસ પર આરોપો લગાવ્યા હતા.

ખેડૂતોના ખાતરના પ્રશ્ન, દારૂ જેવી બદીઓ, ડ્રગ્સ સહિત લોકોને પડતી વિવિધ તકલીફો ને લઈને કોંગ્રેસ દ્વારા આક્રમક રૂપમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દાંતા પ્રાંત કચેરીના ગેટ આગળ બધા કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ એકઠા થઈને બેસી ગયા હતા અને ત્યારબાદ ફરી નારા લગાવ્યા હતા અને બાદમાં પ્રાંત અધિકારી હરિણી.કે.પી ને આવેદન પત્ર આપ્યું હતું. દાંતા પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર રહ્યા હતા.

ગૃહમંત્રી દારૂડિયો છે તેવો મોટો આરોપ પણ કાંતિ ખરાડી એ લગાવ્યો હતો. દાંતા તાલુકામાં રાજસ્થાન સરહદ ની 2 બોર્ડર જોડાયેલી છે અને અવારનવાર આ બોર્ડરો વિવાદમાં પણ રહી ચૂકી છે. અંબાજી આઠ નંબરના અસરગ્રસ્તો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર : લક્ષ્મણ ઠાકોર અંબાજી

