અંકલેશ્વર પોલીસે માંડવા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇનોવા કાર ઝડપાઈ હતી તે પ્રકરણમાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગુનો ગત ૨૧મી સપ્ટેમ્બરના રોજ નોંધાયો હતો, જ્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી દારૂની હેરાફેરી કરતા રીંકુ રામુ વસાવા નામના ઈસમને પકડ્યો હતો. પોલીસે તેની પાસેથી દારૂની બોટલો, મોબાઈલ ફોન અને ઇનોવા કાર સહિત કુલ ₹ ૩.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તત્કાલિન કાર્યવાહીમાં પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. લાંબા સમયની શોધખોળ બાદ અંકલેશ્વર પોલીસે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવા નામના આ ફરાર આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ત્રણ મહિનાથી પોલીસ પકડથી દૂર રહેલા આ બંને આરોપીઓની ધરપકડથી આ કેસમાં વધુ તપાસ આગળ વધી છે.
