GUJARAT : બોરસદના શખ્સે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું

0
49
meetarticle

બોરસદ શહેરની કુરાઇ તલાવડી નજીક રહેતા એક શખ્સે એક સગીરાનું અપહરણ કરી વડોદરા ખાતે લઈ ગયા બાદ બસ સ્ટેન્ડમાં આવેલા જાહેર શૌચાલયમાં લઈ જઈ તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે દુષ્કર્મ ગુજારનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

બોરસદની કુરાઈ તલાવડી નજીક રહેતો નગીન કનુભાઈ દેવીપુજક સગીરાનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી બોરસદથી વાસદ તરફ લઈ ગયો હતો. સગીરાને તે વાસદ ખાતેથી બસમાં વડોદરા ખાતે લઈ ગયો હતો જ્યાં વડોદરાના બસ સ્ટેન્ડમાં આવેલા જાહેર શૌચાલયમાં અન્ય સ્થાનિકોની નજર ચૂકવીને નગીન દેવીપુજક સગીરાને જાહેર શૌચાલયની અંદર લઈ ગયો હતો અને ત્યાં તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યં હતું. બાદમાં વડોદરાથી તે બસ મારફતે વાસદ અને ત્યાંથી બોરસદની વાસદ ચોકડી ખાતે આવ્યા હતા જ્યાં નગીન સગીરાને છોડીને ચાલ્યો ગયો હતો બીજી તરફ સગીરા ઘરે હાજર ન મળતા તેણીના પરિવારજનો એ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સાંજના સુમારે સગીરાએ માતાને ફોન કરીને પોતે બોરસદની વાસદ ચોકડી ખાતે હોવાનું જણાવતા પરિવારના સભ્યો વાસદ ચોકડી ખાતે પહોંચ્યા હતા અને તેણીની પૂછપરછ કરતા સગીરાએ પોતાની સાથે બનેલી તમામ ઘટના વર્ણવી હતી અને નગીન દેવીપુજક અપહરણ કરી લઈ ગયો હોવાનું અને દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવતા પરિવારજનો ચોકી ઉઠયા હતા જેથી તેઓએ બોરસદ શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતા પોલીસે નગીન દેવીપુજક વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here