એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ સાહેબનાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ.

દરમ્યાન લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં થયેલ બાઇક ચોરીના બનાવો શોધવા સારુ એલ.સી.બી. સ્ટાફનાં પો.કો. વિક્રમભાઇ ફુલસિંગ તથા પો.કો. મયુરભાઇ નારણભાઇ નાઓએ ચોરી થયેલ બનાવોમાં ટેકનિકલ એનાલીસીસ કરી શંકાસ્પદ ઇસમોનાં નામ શોધેલ હોય તે આધારે એલ.સી.બી.નો સ્ટાફ લુણાવાડા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન પો.કો. રાજપાલસિંહ જેમલસિંહ તથા પો.કો. કાર્તીકકુમાર મનુભાઇ નાઓને સયુંકત રીતે બાતમી હકીકત મળેલ કે ટેકનિકલ એનાલીસીસમાં જે શકમંદનુ નામ મળી આવેલ છે તે ઇસમ નામે અદનાન યાસીન પઠાણ રહે. ચારણગામ તા.લુણાવાડા જી.મહિસાગર નાઓ ચોરીની બાઇક સાથે વરધરી રોડ તરફથી લુણાવાડા તરફ આવવા નીકળેલ છે સદર બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફ દ્વારા પેટ્રોલીગ દરમ્યાન આ ઇસમને રોડ ઉપરથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેની જોડેનું બાઇક ચોરીનું હોવાનું કબૂલ કરેલ તથા અન્ય ત્રણ બાઇક અન્ય એક ઇસમ નામે આદીલ તલાટી રહે. ગોધરા નાઓ સાથે મળી ચોરી કરેલ હોવાનું કબુલાત આપેલ જે આધારે એલ.સી.બી. સ્ટાફ દ્વારા કુલ ચાર બાઇક રીકવર કરી કાયેદસરની કાર્યવાહી કરી લુણાવાડા ટાઉન પો.સ્ટે. સોપેલ છે.
ડીટેકટ કરેલ ગુના ની વિગત :
૧) લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુ.૨.નં. ૪૮૮/૨૦૨૫
૨) લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૮૦૨/૨૦૨૫
૩) લુણાવાડા ટાઉન પો.સ્ટે. બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (ઇ), ૧૦૬(૧) મુજબ આધાર પુરાવા વગર નુ હીરો હોન્ડા કંપની નુ પેશન પ્રો બાઇક
૪) લુણાવાડા ટાઉન પો.સ્ટે. બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (ઇ), ૧૦૬(૧) મુજબ આધાર પુરાવા વગર નુ હીરો હોન્ડા કંપની નુ પેશન પ્રો બાઇક
પકડાયેલ આરોપી નુ નામ-
(૧) અદનાન યાસીન પઠાણ રહે, ચારણગામ તા. લુણાવાડા જી- મહિસાગર વોન્ટેડ આરોપી નુ નામ –
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી… મહીસાગર……

