GUJARAT : સુરેન્દ્રનગરમાં 2000 મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી રેક પહોંચી

0
51
meetarticle

–  સુરેન્દ્રનગરમાં રાસાયણિક યુરિયા ખાતરની જરૃરિયાતને ધ્યાને રાખી વધુ એક રેક રેલવે સ્ટેશન આવી પહોંચી છે. ૨૦૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો સુરેન્દ્રનગરમાં ઉતારવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ખાતરની અછતની સતત બૂમરાડ બાદ કેન્દ્ર સરકારે સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતર ભરેલી વધુ એક રેક રેલવે સ્ટેશન પહોંચી છે. આ નવી રેકમાં ૨૦૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો સુરેન્દ્રનગરમાં ઉતારવામાં આવ્યો છે. આ સાથે જિલ્લામાં યુરિયા ખાતરનો કુલ સ્ટોક ૬૪૦૦ મેટ્રિક ટન ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તંત્રએ ડીએપી ખાતરનો ૧૫૦૦ મેટ્રિક ટન અને એનપીકે ખાતરનો ૩૩૦૦ મેટ્રિક ટન જથ્થો પણ ઉપલબ્ધ કરાવ્યો છે.તંત્ર દ્વારા ખાતરના જથ્થાને જિલ્લાના ૩૫૦થી વધુ ખાતર ડેપો ઉપર મોકલવાની વિતરણ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે શરૃ કરવામાં આવી છે. તંત્રએ ખેડૂતોને ખાતરી આપી છે કે તેમને જરૃરિયાત મુજબ ખાતર મળી રહેશે અને જો કોઈ ડેપો પર ખાતર આપવાની ના પાડવામાં આવે તો તંત્રને જાણ કરવા પણ અપીલ કરી છે. જરૃર પડશે તો આગામી દિવસોમાં વધુ એક યુરિયા રેક મંગાવવાની તૈયારી પણ દેખાડાઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here