કલાકારો અને સિવિલ સોસાયટીના દબાણ વચ્ચે પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવ દરમિયાન પતંગ ઉડાવવા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

મરિયમ નવાઝના નેતૃત્ત્વ હેઠળના વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ૧.૩ કરોડની વસ્તી ધરાવતા પ્રાંતના શહેરો અને ગામડાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શિયાળાનાં અંતમાં વસંત ઋુતુના આગમાનનાં સ્વાગત માટે ઉજવવામાં આવતો વસંત ઉત્સવ સમગ્ર પ્રાંતમાં સમુદાય ઉજવણીનો પ્રસંગ રહ્યો છે.
વસંત ઉત્સવ દરમિયાન પતંગ ઉડાવવા સદીઓથી ચાલતી આવતી પરંપરા હતી પણ લગભગ બે દાયકા અગાઉ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બુધવારે લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત કરતા પંજાબના માહિતી અને સંસ્કૃતિ પ્રધાન આઝમા બોખારીએ જણાવ્યું હતું કે નવા નિયમોનું ભંગ કરનારાઓ માટે અનેક પ્રતિબંધો અને દંડ હશે.તેમણે જણાવ્યું હતું કે ૨૦ વર્ષ પછી પંજાબમાં વસંતનો આનંદ પરત ફર્યો છે. જો કે આ વખતે સલામતી માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. તહેવાર દરમિયાન કોઇને પણ કાયદો તોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૮ વર્ષની ઓછી ઉંંમરના બાળકોને પતંગ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

