શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે નિલમબાગ પોલીસે દરોડો કરી બંધ મકાનમાંથી દારૂની કુલ ૮૨૮ બોટલ ઝડપી લઈ એક શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના કાળાનાળા વિસ્તારમાં કાળુભા રોડ પર વાઘવાળા ડેલા તરીકે ઓખખાતા મકાનમાં રહેતા રાજુ સોલંકી નામના શખ્સે પોતાની બાજુમાં આવેલા અતુલભાઈ શાહના બંધ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની બાતમીના આધારે નિલમબાગ પોલીસે તપાસ કરતા બંધ મકાનના રસોડામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ૬૦ બોટલ તથા ૭૬૮ નંગ દારૂના ચપટા મળી કુલ રૂ.૩,૨૭,૬૦૦ની કિંમતીની ૮૨૮ દારૂની બોટલ કબ્જે લઈ નિલમબાગ પોલીસ મથકમાં રાજુ સોલંકી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

