અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદમાં સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ કરાઈ છે. આ ટાંકી તોડવાની કામગીરી અંદાજે એક મહિના સુધી ચાલશે. ટી.સી.કન્સ્ટ્રકશન નામની એજન્સી આ ટાંકી ઉતારી તેમાંથી નીકળનાર ભંગાર લઈ જશે.

સારંગપુર વિસ્તારમા આવેલી જર્જરીત પાણીની ટાંકી ઉતારી નવી અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાની છેલ્લા પાંચ વર્ષથી કવાયત ચાલી રહી છે.આ માટે રુપિયા ૨૪ કરોડનો અંદાજ પણ મંજૂર કરવામા આવ્યો હતો.આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાની મંજૂરી મળતી નહીં હોવાના કારણથી કામગીરી અટકી પડી હતી.દરમિયાન ગત જુલાઈ મહીનામા મ્યુનિસિપલ કમિશનરે રાઉન્ડ લીધો હતો.જેમા તેમણે તાકીદે ભયજનક અને જર્જરીત પાણીની આ ટાંકી ઉતારી લેવા સુચના આપી હતી.આ વિસ્તારના ટ્રાફિકને ધ્યાનમા રાખીને સાવચેતીપૂર્વક વર્ષો જુની પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ કરવામા આવી છે.

