શહેરા તાલુકાની અણીયાદ પગાર કેન્દ્રની લાલસરી પ્રાથમિક શાળા ખાતે ધોરણ 6 થી 8 નો કલા મહોત્સવ હર્ષોઉલ્લાસ સાથે ઉજવાયો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રકલા, હસ્તકલા, સંગીત, નૃત્ય તેમજ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી કર્યુ હતૂ,

કાર્યક્રમમાં સીઆરસી કોર્ડીનેટર ભુપેન્દ્રસિંહ સોલંકી, મનોહરસિંહ સોલંકી, સૂર્યકાંતભાઈ,જીતુભાઈ, તેમજ પગાર કેન્દ્ર આચાર્ય હંસાબેન સહિત શાળાના શિક્ષકમંડળ ઉપસ્થિત રહ્યા. આગેવાનોએ વિદ્યાર્થીઓની કૃતિઓનું અવલોકન કરીને તેમની પ્રતિભાની પ્રશંસા કરી હતી,
કાર્યક્રમનું એન્કરિંગ ભવાનસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતુ.વિશેષ રૂપે ભવાનસિંહ ચૌહાણ અને જ્યંતિભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ચોપડા અને કીટ દાન કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન હાજર નિર્ણાયક ટીમે તમામ સ્પર્ધાઓમાં નિષ્પક્ષ અને યોગ્ય નિર્ણયો લીધા, જેના કારણે સ્પર્ધાઓ વધુ પારદર્શક અને સફળ બની.અંતમાં યોજાયેલી આભાર વિધિ મનુભાઈ પટેલ દ્વારા હૃદયસ્પર્શી રીતે નિભાવવામાં આવી.શાળાના શિક્ષકો, સ્ટાફ અને આગેવાનોના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

