અંકલેશ્વર ONGC ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ૬૯મો મહાપરિનિર્વાણ દિન ONGC અને ઓલ ઇન્ડિયા એસ.સી એસ.ટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ONGC ઓડિટોરિયમમાં ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વાલિયા અને ગડખોલ સહિત ત્રણ માધ્યમિક શાળાના ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ONGCના એસેટ મેનેજર જે.એન. સુખનંદન અને વક્તા વિજય ચૌહાણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ઓલ ઇન્ડિયા એસ.સી એસ.ટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ અમિત વસાવા, સેક્રેટરી સંજય પરમાર સહિતના હોદ્દેદારો, ONGCના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના આદર્શોને યાદ કર્યા હતા.

