વડોદરામાં આવેલી સરકારી હોસ્પિટલ ગોત્રી જેમાં હજારો ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લેતા હોય છે. પરંતુ આ દર્દીઓને એક્સપાયરી ડેટ ના બોટલો ચઢાવવામાં આવી રહ્યા છે જેમાં હોસ્પિટલ ના સ્ટાફ સહિત કેટલાક ઉચ્ચ કક્ષાના આરોગ્ય અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હોય તેમ લાગી રહ્યું છે.

પેરાસીટામોલ ઇનફ્યુશન આઇપી 10 mg. 100 મિલીગ્રામના બોટલો જેની ડેટ એક્સપાયરી થઈ ગઈ છે તેવા ગરીબ સારવાર લેવા આવેલા દર્દીઓને ચઢાવવામાં આવી રહ્યા છે જેનાથી પોતાનો જીવ બચાવવા આવ્યા હોય સારવાર લેવા આવ્યા હોય ત્યારે પોતાનો જીવ ગુમાવવાનો વખત આ હોસ્પિટલમાં આવશે ને તેની તમામ જવાબદારી આ હોસ્પિટલના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ તેમજ સ્ટાફની રહેશે કટાર સયાજી ન્યુઝ ની ટીમ આજે આ ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી છે

ત્યાં આ એક્સક્લુઝિવ બોટલો ના વિડીયો કેમેરામાં કેદ કર્યા અને ત્યાંના તેના ઉચ્ચ મેડિકલ અધિકારીએ કેમેરો બંધ કરો આવી તો સામાન્ય ભૂલ થઈ જાય પરંતુ અનેક લોકોને આવા એક્સપાયરી ડેટના બોટલો ચડાવી દીધા છે આની પહેલા પણ કર્યા હશે તો ઉપલા અધિકારીઓને શું. કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે પણ અહીંયા મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે કે સીધો દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરવાની વાત છે તેના જીવ સાથે રમત રમવાની વાત છે આટલી મોટી ગંભીર ઘટના બેદરકારી કહી શકાય સરકારી હોસ્પિટલમાં સરકાર તેમના આટલા મોટા પગાર આપતી હોય છે ત્યારે આવી ગંભીર બેદરકારીઓ સરકારી હોસ્પિટલમાં કેમ બને છે એ સવાલથી જ અને એના કારણે જ મધ્યમ વર્ગીય લોકો પણ હવે સરકારી હોસ્પિટલોમાં જવા ખટકાય છે એનું કારણ માત્ર આ જ છે કે આડેધડ તેમના અનગઢ વહીવટના કારણે લોકોનો જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ આ તબીબો અને આરોગ્ય અધિકારીઓને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં વધુ ખુલાસા હોસ્પિટલના કરવામાં પણ આવશે આવી અનેક વસ્તુઓ જે એક્સપાયરી છે તેની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેવું છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

