HEALTH : કયા વિટામિનની ઉણપને લીધે આંખો ફડકે છે? જાણો ક્યાંથી મળશે એનો ભંડાર

0
39
meetarticle

વર્ષોથી ચાલી આવતી રુઢીઓ પ્રમાણે જ્યારે આપણી આંખ ફરકે તો એવું કહેવામાં આવતું હતું કે, તેનાથી કાંઈક સારુ કે ખરાબ થવાનું છે. આ વાતમાં કેટલું સત્ય છે, તે તો ખબર નથી, પરંતુ એ ચોક્કસ છે કે, તણાવ અને થાક આંખો ફરકે છે, સૌથી સામાન્ય કારણ છે.

શરીરમાં વિટામિનના ઉણપના કારણે પણ આંખ ફરકે છે

જોકે, આ બંને કારણો સિવાય એક અન્ય કારણ એવું છે કે, શરીરમાં વિટામિનના ઉણપના કારણે પણ આંખ ફરકે છે. શરીરમાં કયા વિટામિનની ઉણપના કારણે આંખ ફરકવાની સમસ્યા છે, એ અમે તમને જણાવીએ. 

વિટામિન B12 અને વિટામિન D આંખના સ્વાસ્થ્ય માટે…

જો તમારા શરીરમાં વિટામિન B12 અથવા વિટામિન Dની ઉણપના કારણે આંખ ફરકવાની સમસ્યા બનતી હોય છે.વિટામિન B12 અને વિટામિન D આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ બંને વિટામિન આંખોની કાર્યક્ષમતામાં મહત્ત્વનું યોગદાન આપે છે. તમે તમારા આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજ, ઓછી ચરબીવાળા માંસ તેમજ કઠોળનો સમાવેશ કરીને તમારા શરીરમાં વિટામિન B12 અને વિટામિન D ની ઉણપને પૂર્ણ કરી શકો છો.

તમારે પૂરતી ઊંઘ લેવાની અને કેફીનનું સેવન ઓછું કરવું

આ બે વિટામિન ઉપરાંત તમારી આંખ ફરકવાની સમસ્યા મેગ્નેશિયમ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા પોષક તત્વોની ઉણપને કારણે પણ થઈ શકે છે.જો તમે આંખ ફરકવાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હો, તો તમારા આહારમાં સુધારો કરવાની સાથે સાથે તમારે પૂરતી ઊંઘ લેવાની અને કેફીનનું સેવન ઓછું કરવાની જરૂર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here