રાજસ્થાનથી રોજગારી રળવા આવેલા વિધુર અને નિસંતાન યુવાનનું અડાલજથી કોબા જતાં રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં માથામાં ઇજા થતાં મૃત્યુ થયુ હતું. મુળ રાજસ્થાનનો યુવાન દોઢ દાયકાથી ગોઝારીયાના કેટરર્સમાં રસોડું સંભાળવાનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો. તે અડાલજ વિસ્તારમાં રસોડાના કામ સંબંધે ગયો હતો. ત્યારે રસ્તો ઓળંગવા દરમિયાન તેને અજાણ્યા વાહને ઠોકર મારી દેતા મોતને ભેંટયો હતો.

અકસમ્તાના આ બનાવ સંબંધે તેના પિતરાઇ ભાઇ સુરતના ડિંડોલીના દેલવાડા ગામે રહેતા રમેશકુમાર ઉદયલાલજી જોષીએ અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવવામાં આવ્યાં પ્રમાણે અકસ્માતના બનાવમાં તેના પિતરાઇ ભાઇ લાંઘણજ ગામે રહેતા ૪૫ વષય જગદિશમનરૃપભાઇ જોષીનું મૃત્યુ થયુ હતું. ગામના પરિચિત દ્વારા ફરિયાદીને આ બનાવની જાણ કરવામાં આવી હતી. જેના પગલે ફરિયાદીએ ગાંધીનગર આવીને અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક જગદિશાભાઇ છેલ્લા ૧૫ વર્ષથી ગોઝારીયાના કેટરર્સ નરેશભાઇ પટેલને ત્યાં રસોડાનું કામ સંભાળતો હતો. તેના પત્નીનું અગાઉ અવસાન થયુ હતું અને તે નિસંતાન હતો. ગત તારીખ ૩જીના મોડી સાંજે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેના સંબંધમાં પોલીસ દ્વારા અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

