SURENDRANAGAR : પીકઅપ વાનમાંથી રૃ.7.68 લાખનો દારૃ ઝડપાયો

0
37
meetarticle

વિરમગામની પોપટ ચોકડી નજીક પીકઅપ વાનમાંથી રૃ.૭.૬૮ લાખનો દારૃ ઝડપાયો છે. ગ્રામ્ય એલસીબી ટીમએ સગીર સહિત બે શખ્સની અટક કરી દારૃ સહિત રૃ.૧૨.૮૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમે બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરમગામ પોપટ ચોકડીથી અષ્ટવિનાયક બંગલો સામે વિરમગામ બસ સ્ટેન્ડ તરફ જતા રોડ ઉપરથી બોલેરો પીકઅપમાંથી રૃ. ૭,૬૮,૪૮૦નો વિદેશી દારૃ, બિયરના ટીનની નાની મોટી ૨,૨૨૫ બોટલ, રૃ. ૫,૧૯,૯૨૮નો અન્ય મુદ્દામાલ સહિત રૃ.૧૨,૮૮,૪૦૮નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. દરોડા દરમિયાન ગાડીનો ચાલક શાંતિભાઈ રાણાભાઇ રબારી (રહે. નેનાવા, તા.ધાનેરા), કાયદાના સંઘર્ષમાં આવેલાા કિશોરની અટકાયત કરી હતી. પોલીસે પોહિબિશન એકટ મુજબ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here