પત્ની સાથે નજીવી બાબતે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ નેપાળનો અને હાલમાં ખંડેરાવ માર્કેટ ગણેશવાડીમાં રહેતા પેગા ડોરજી તમાંગ ( ઉં.વ.૨૩) ગઇકાલે રાત્રે ઘરે હતો. ગઇકાલે તેણે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,તરસાલી ગામ રાઠોડ વાસમાં રહેતા હરમાનભાઇ મેલાભાઇ રાઠોડિયા ( ઉં.વ.૪૦) ને તેની પત્ની સાથે અણબનાવ થયો હતો. તેની પત્ની તરસાલી વુડાના મકાનમાં રહે છ ે. ગઇકાલે તે પત્નીને મળવા ગયો હતો. દરમિયાન મોડીરાત્રે ૧ વાગ્યે તરસાલી વુડાના મકાનના ચોથા માળેથી નીચે પડતું મૂકતા તેને માથામાં ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

