SURENDRANAGAR : વિરમગામના વેપારી સાથે ‘ટ્રાફિક મેમો’ના નામે રૂ. 99,318 ની ઠગાઇ

0
31
meetarticle

પાર્સલ આવ્યું છે, આધાર કાર્ડ મોકલો’ની જુની પધ્ધતિ પછી ટ્રાફિક દંડ ભરવાના નામે લિંક મોકલી ચીટિંગની નવી પેંતરાબાજી સામે આવી છે. વિરમગામના વેપારીએ વોટ્સએપ પર અજાણ્યા નંબર પર આવેલી ‘ટ્રાફિક મેમો’ની લીંક પર ક્લિક કરતા જ ખાતામાં રૂ. ૯૯,૩૧૮ ઉપડી ગયા હતા.

વિરમગામના અક્ષરનગર સોસાયટી વિસ્તારમાં ‘નેટ કોમ્પ્યુટર’ નામની દુકાન ચલાવતા પ્રકાશભાઈ નારાયણભાઈ પટેલ સાથે સાયબર ફ્રોડનો બનાવ બન્યો છે. વેપારીને તેમના મોબાઈલમાં વોટ્સએપ પર એક અજાણ્યા નંબર ધારક તરફથી અંગ્રેજીમાં લખેલો મેસેજ મળ્યો હતો, જેમાં ‘ટ્રાફિક વાયોલેશન’ના નામે રૂ. ૧,૦૦૦નો મેમો ભરવા માટે એક લિંક મોકલવામાં આવી હતી.

વેપારીએ લિંક ખોલતા તેમનો ફોન હેંગ થઈ ગયો હતો, અને ત્યારબાદ બે ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ.૯૯,૩૧૮ તેમના ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા. અજાણ્યા નંબર ધારક સામે થયેલા આ ઓનલાઇન સાયબર ફ્રોડ મામલે પ્રકાશભાઈ પટેલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here