ધોલેરા ભીમ તળાવ ગામની બહાર એલ એન્ડ ટીમાં રિન્યુ પાવર તરફ જવાના રોડ પરથી ધંધુકા નાયબ પોલીસ અધિક્ષકની ટીમે દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધંધુકા નાયબ પોલીસ અધિક્ષકની ટીમ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ધોલેરા ખાતે રહેતા સંજયસિંહ નાગદેવસિંહ ચુડાસમા તથા ઇંદ્રજીતસિંહ ઉર્ફે વિનુભાઇ લખધીરસિંહ ચુડાસમા ધોલેરા ભીમ તળાવ ગામની બહાર એલ એન્ડ ટીમાં રિન્યુ પાવર તરફ જવાના રોડની સાઇડમા આવેલ કન્ટેનરમાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરે છે.જે બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકની ટીમે ભીમ તળાવ પાસે દરોડો પાડી કન્ટેનરની અંદર તલાશી લેતા ૭૦ લીટર દેશી દારૂની રૂ. ૧૪,૦૦૦ તથા વિદેશી દારૂની નાની મોટી બોટલ ૧૦૦ રૂ.૫૨,૦૦૦ તથા મોબાઇલ ફોન ૦૩ રૂ. ૧૦,૫૦૦ તથા ફોરવ્હીલ ગાડી જીજે-૦૫-જેપી-૩૪૫૪ રૂ.૫૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૨૬,૫૦૦ ના મુદ્દામાલ સાથે સંજયસિંહ નાગદેવસિંહ ચુડાસમા,ઇંદ્રજીતસિંહ ઉર્ફે વિનુભાઇ લખધીરસિંહ ચુડાસમાની ધરપકડ કરી પૂછપરછ કરતા દેશી દારૂનો જથ્થો બળદેવ પગીએ આપ્યો હતો.અને મુન્ના (રહે.બરવાળા )એ વિદેશી દારૂ આપ્યો હોવાની કબૂલાત કરતાં નાયબ પોલીસ અધિક્ષકની ટીમે ચાર શખ્સ વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

