GUJARAT : સ્ટ્રીંગ ઓપરેશન દ્વારા વહિવટદારો દ્વારા ૧૦૦૦ કરોડથી વધારે રૂપિયાની ગેરકાયેદસર ઉઘરાણીનો પર્દાફાશ !

0
51
meetarticle

રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું – “મેં તાજેતરમાં એક સ્પ્રિંગ ઓપરેશન કર્યું હતું જેમાં રિક્ષાવાળા ભાઈ જોડે સંવાદ કર્યો હતો. તેનો સંપૂર્ણ વિડીયો મારી પાસે છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તે વિડીયો હું રજુ તો કરું છું પણ તેમાં રિક્ષાવાળા ભાઈનો ફેસ બ્લર કરી દેવામાં આવેલ છે.


રાવલે વધુમાં જણાવ્યું હતું કે રિક્ષાવાળા ભાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું હતું કે પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રીક્ષા નો રૂ. 1,000 નો હપ્તો લઈ રહી છે અને વાર્ષિક રૂ. 12,000 ગેરકાયદેસર રીતે ચૂકવવામાં આવે છે કારણકે અમદાવાદની અંદર શટલ રીક્ષા ચલાવવાની પરમિશન નથી. અમદાવાદની અંદર કુલ ત્રણ લાખ રીક્ષાઓમાંથી દોઢ લાખ જેટલી રીક્ષા જો શટલ તરીકે ચાલે છે તે મુજબ માત્ર અમદાવાદમાં જ પોલીસ વહીવટદારના માધ્યમથી 180 કરોડ રૂપિયાથી વધારે હપ્તાની ઉઘરાણી થાય છે.
હપ્તો આપનાર રીક્ષામાં વિશિષ્ટ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે, જે હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે અને એવી રીક્ષાઓને પોઈન્ટ પર રોકાતી નથી. દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલાય છે અને દિવાળી સમયે ખાસ દીવો સ્વરૂપનું સ્ટીકર લગાડવામાં આવે છે.
શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે જો માત્ર અમદાવાદના વ્યવહારનો અંદાજ 180 કરોડ રૂપિયા વાર્ષિક થાય છે તો સમગ્ર ગુજરાતમાં આ ભ્રષ્ટાચારી કૌભાંડ 1000 કરોડ રૂપિયા થી વધુનું હોવાને ઇનકાર કરી શકાય તેમ નથી. એ નિર્વિવાદ છે કે અમદાવાદના રીલીફ રોડ, રતનપોળ, ગાંધીરોડ, કાળુપુર, સ્ટેશન જેવી જગ્યાએ ટેક્સીઓ જવાની ના પાડે છે ત્યારે શેરીંગ રીક્ષા વડે જ સામાન્ય જનતાનું આવાગમન (ટ્રાન્સપોર્ટેશન) સંભવ બને છે.


જો આરટીઓના નિયમ મુજબ પેસેન્જર બેસાડવામાં આવે તો રિક્ષામાં પોલીસે (શટલ) શેરિંગ પેસેન્જર તરીકે બેસાડવાની મંજૂરી આપવી જોઈએ જેથી ગરીબ રીક્ષાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતું નેટવર્ક તૂટી પડે અને પેસેન્જરોને પણ લાભ મળે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકાર પાસે માંગણી કરે છે કે,

  • ઉપરોક્ત સ્ટીકર આધારિત હપ્તા ઉઘરાણીના મુદ્દે તાત્કાલિક અને ગંભીર તપાસ કરવામાં આવે.
  • જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.
  • ગરીબ રિક્ષાચાલકોને તેમના જીવન નિર્વાહ માટે શેરિંગ પેસેન્જર લઈને ચાલવાની કાયદેસર છૂટ આપવામાં આવે..

(હેમાંગ રાવલ)
મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા

બિડાણઃ
૧. રિક્ષાવાળા ભાઈ સાથેનો અસલ લાઈવ સંવાદની ટ્રાન્સ્ક્રીપ્ટ (આંકડાકીય માહિતી તપાસનો વિષય છે)
૨. રિક્ષાવાળા ભાઈ સાથેનો અસલ લાઈવ સંવાદનો વીડીયો (સુરક્ષા કારણોસર રીક્ષા ચાલકનો ચહેરો બ્લર કરેલ છે.)
૩. વહિવટ દ્વારા અપાયેલ સ્ટીકરની ઈમેજ

રિક્ષાવાળા ભાઈ સાથેનો અસલ લાઈવ સંવાદ
હેમાંગ રાવલ : એટલે હપ્તો માલિક આપે છે કે તમારે આપવાનો રૂ.1000?
રિક્ષા ચાલક : માલિક આપે.
હેમાંગ રાવલ : તો કોણ લેવા આવે? પોલીસવાળા આવે? કે તમારે આપી દેવાનું?
રિક્ષા ચાલક : એ વહીવટદાર આવે.
હેમાંગ રાવલ : હં, પછી?
રિક્ષા ચાલક : એને આપી દેવાનું. એ સ્ટીકર લગાવી દે.
રિક્ષા ચાલક : વહીવટદાર આપે.
હેમાંગ રાવલ : હં.
રિક્ષા ચાલક : એ સ્ટીકર લગાવે કે ના લગાવે એની જ જવાબદારી. (રિક્ષા માલિકની) આ તો પકડાય તોય એને જ જોવાનું.
હેમાંગ રાવલ : એમ નહિ, પણ ધારો કે સ્ટીકર લાગેલું ના હોય તો પોલીસવાળા ચેક કરે છે?
રિક્ષા ચાલક : પોઈન્ટવાળા હોય ને.
હેમાંગ રાવલ : સ્ટીકર હોય તો ના પકડે?
રિક્ષા ચાલક : હં. પોઈન્ટવાળા સ્ટીકર હોય તો ના પકડે. સ્ટીકર તને નીકળી ગયું હોય ને, ઊભો રાખે, તો કહીએ કે સ્ટીકર લાગેલું છે, પણ નીકળી ગયું.
હેમાંગ રાવલ : હં હં.
હેમાંગ રાવલ : કોની ગાડી છે?
રિક્ષા ચાલક : હં. એટલે એનો જો રેકોર્ડ હોય બધો.
હેમાંગ રાવલ : ઓકે.
હેમાંગ રાવલ : તો મહિનાના રૂ. 1000?
રિક્ષા ચાલક : હા.
હેમાંગ રાવલ : અને દિવાળીમાં દિવાળીનું સ્ટીકર લગાડે?
રિક્ષા ચાલક : એ દીવો હોય એટલે ખબર પડી જાય દિવાળીવાળામાં જ ગણાય છે.
હેમાંગ રાવલ : હં હં.
હેમાંગ રાવલ : તો આ રૂ. 1000 માં પોલીસવાળા કેટલું કમાતા હશે?
રિક્ષા ચાલક : એક રિક્ષાના રૂ. 1000
હેમાંગ રાવલ : હમમ
રિક્ષા ચાલક : 12 મહિનાના એક રિક્ષાના રૂ. 12,000 થયા?
હેમાંગ રાવલ : હં.
રિક્ષા ચાલક : એવી 7.5 લાખ રિક્ષા છે.
હેમાંગ રાવલ : 7.5 લાખ રિક્ષા?
રિક્ષા ચાલક : અમદાવાદની અંદર. હં. બધાને હપ્તા. નડિયાદમાં ચાલતા હોય, કલોલમાં ચાલતા હોય, આમ સિટીમાં ચાલતા હોય એવું.
હેમાંગ રાવલ : હં હં. આ ખાલી અમદાવાદની કે ગુજરાતની વાત કરો છો?

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here