BOLLYWOOD : મનીષ મલ્હોત્રાની ફિલ્મમાં અનુરાગ કશ્યપ કેમિયો કરશે

0
28
meetarticle

અનુરાગ કશ્યપ ડિઝાઇનર મનિષ મલ્હોત્રાની પ્રોડકશન સાલી મોહબ્બત ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. મનિષ મલ્હોત્રાએ પોતાનું પ્રોડકશન હાઉસ લોન્ચ કર્યું છે, જેમાંની આ એક ફિલ્મ પણ છે. અનુરાગ કશ્યપ અને મનિષ મલ્હોત્રાની દોસ્તી બહુ જુની હોવાથી તેણે મિત્રતાના ભાવે તેમાં કેમિયો કરવાનું સહર્ષ સ્વીકાર્ય કર્યું હતુ.

અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે, સાલી મહોબ્બત ફિલ્મમાં કામ કરવાનું પ્રથમ આકર્ષણ મારા માટે ફિલ્મની સ્ક્રિપ્ટ હતી. તેણે વધુમાં જણાવ્યું હતુ ંકે, મારી અને મનિષ મલ્હોત્રાની દોસ્તી મારી ફિલ્મ સત્યાથી  શરૂ થઇ છે. મનિષ મલ્હોત્રાએ મને જણાવ્યું હતું કે, તે પોતાનું પ્રોડકશન હાઉસ લોન્ચ કર્યું છે જેમાંની એક ફિલ્મ ફિલ્મ સાલી મહોબ્બત છે, તેથી તેની આ ફિલ્મમાં કામ કરવાની ઓફરને હું ઠુકરાવી શક્યો નહોતો. દિગ્દર્શકે વધુમાં જણાવ્યું હતુંકે, મને કેમેરાની પાછળ અને આગળ એમ બન્ને રીતે કામ કરવાનો આનંદ આવતો હોય છે. તેથી જ હું આ ફિલ્મના કેમિયો માટે ના પાડી શક્યો નહીં. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here