અંબાજી તીર્થ દર્શન સર્કિટના ભાગરૂપે, શ્રી અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી અતુલ્ય વારસાની ટીમ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને કલાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.અંબાજી ચાચર ચોક ખાતે પ્રસિદ્ધ ભવાઈ લોક કલાકારો દ્વારા લોક કળાની રજૂઆત કરવામાં આવી હતી, જેને મુલાકાતીઓ અને સ્થાનિક લોકો દ્વારા ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.

રવિવારે અમદાવાદના અંદાજે 30 જેટલા કલાકારોના જૂથે તીર્થ દર્શન માર્ગ પર આવેલા મંદિરો અને આધ્યાત્મિક સ્થળોને રજૂ કરતી સુંદર ચિત્રકળાનું સર્જન કર્યું હતું. કલાકારોએ સર્કિટમાં આવતાં તમામ મહત્વના વારસા સ્થળોની મુલાકાત પણ લીધી હતી. શ્રી અંબાજી તીર્થના સમૃદ્ધ પ્રાચીન અને પ્રાકૃતિક વારસાને ઉજાગર કરવા માટે સ્કેચ કલાકારો અને ભવાઈ લોક કલાકારોની ટીમ કાર્યરત થઈ કલાત્મક કાર્યક્રમો દ્વારા લોક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યા છે.

REPORTER : લક્ષ્મણ ઠાકોર અંબાજી

