RAJPIPLA : નર્મદા ટ્રાફિક પોલીસ દ્વારા જીતનગર ખાતે એનસીસી ના તાલીમાર્થીઓ માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી અંગેનો સેમીનાર યોજાયો

0
29
meetarticle

પોલીસ અધિક્ષક, નર્મદાની સુચના અને માર્ગદર્શન હેઠળ એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે 5-Guj.(I) બટાલીયન N.C.C સુરતના ફૂલ ૨૦૦ કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓ માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી લગત સેમીનાર રાખવામાં આવેલ.જેમા 5-Guj.(I) બટાલીયન N.C.C.ના કર્નલ આદર્શ ભંડારી.કર્નલ જે.નિસોન્કો,સુબેદાર મેજર સંતોષ બિરાજદાર,સુબેદાર ધનાજી પાટીલ, સુબેદાર પંકજકુમાર તથા જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યાં હતા.જેમાં જીલ્લા ટ્રાફિક પો.સ.ઇ.એસ.એસ.મિશ્રાએ એન.સી.સી. કેડેટ્સના જવાનોને ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહી તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા તેમજ ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત અને ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય? તે બાબતેનું જરૂરી માર્ગદર્શન કરી સુચનાઓ આપી હતી. અને એન.સી.સી. કેડેટ્સ સાથે ટ્રાફિકના નિયમો તેમજ પોલીસ તપાસ બાબતે ચર્ચા વિચારણા કરી ટ્રાફિક નિયમોના પાલન માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તે રીતેની સમજ કરી પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા તમામને અપીલ કરી હતી. આમ નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા.માટે હંમેશા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.

REPORTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here