ડભોઈ તાલુકાના માંડવા ગામની સીમમાં લીલાછમ વૃક્ષોના ગેરકાયદે નિકંદનની વ્યાપક ફરિયાદ ઉઠતા મામલતદાર દોડી આવ્યા હતા. ગેરકાયદે કટીંગ કરાયેલા વૃક્ષોનો જથ્થો સીઝ કરી લાકડાચોર વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.નાયબ કલેકટર ચાંદોદની મુલાકાતે હતા. ત્યારે માંડવા હદ વિસ્તારમાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ ચાલતી હોવાનું નજરે ચઢતા મામલતદારને જાણ થતાં તેઓ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા. નદી કિનારે જીવણનાથ આશ્રમ આસપાસના વિસ્તારમાં નિમેષ વસાવા નામનો નવા માંડવાનો રહેવાસીચાંદોદના માંડવા ગામે ગેરકાયદે વૃક્ષ છેદન કરાતું હતું.મશીનથી લાકડાનું કટીંગ કરી રહ્યો હતો. જે અંગે તેને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મને હરિહર આશ્રમ ટ્રસ્ટ, હાઉસી દેહગામાં ઘાટ પાસે રહેતા એક વ્યક્તિ પાસેથી ઉચ્ચક ૭ હાજારમાં લાકડાનું કટીંગ રાખ્યાની વિગત પંચનામામાં દર્શાવી હતી. મામલતદારે માંડવા ગામનાસરપંચ અલ્પેશ માછી તેમજ તલાટી દિવ્યરાજસિંહ રહેવારનો સંપર્ક કરતા તેઓ બહાર હોવાથી વી.સીને સ્થળ પર બોલાવી સહી કરાવી પંચક્યાશની કામગીરી પૂર્ણ કરી હતી. આ ગેરકાયદે વૃક્ષ છેદનની પ્રવૃત્તિમાં બે બાવળ, એક ગુંદો, ચાર લીમડા અને એક ચિલોડના વૃક્ષનું છેદન કર્યું હતું.


REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

