BHARUCH : નકલી માર્કશીટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિલ્હીથી ઝડપાયો: ભરૂચ SOG એ દિલ્હીમાં ઓપરેશન પાર પાડી ચંદનકુમાર પાંડેની ધરપકડ કરી

0
35
meetarticle

​ભરૂચ એસ.ઓ.જી. (SOG) ટીમે નકલી માર્કશીટ અને સર્ટીફીકેટ બનાવવાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારને દિલ્હી ખાતે વિશેષ ઓપરેશન પાર પાડી ઝડપી પાડ્યો છે. અગાઉ એસ.ઓ.જી.ટીમે તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્ષમાં ‘રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ’ ની આડમાં ચાલતા ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટીફીકેટ (ધોરણ-૧૦, ૧૨, આઇ.ટી.આઇ.) બનાવવાના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કરીને જયેશ કિશનલાલ પ્રજાપતિ નામના આરોપીને કુલ રૂ. ૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી.


​સદર ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારની તપાસ કરવા માટે એસ.ઓ.જી. ભરૂચની એક ટીમને દિલ્હી ખાતે રવાના કરવામાં આવેલ હતી. ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી ઉંડાણપૂર્વકની તપાસ કરતા આરોપીનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે (રહે. વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, નોર્થ વેસ્ટ દિલ્હી) હોવાનું જણાઇ આવ્યું હતું. ગુનો દાખલ થયા બાદ પોતાનો જુનો મોબાઇલ નંબર બંધ કરી છુપાઇ ગયેલ આરોપી દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ એક ઝૂંપડીમાં છુપાયેલો હોવાની માહિતી મળતા પોલીસે ઓપરેશન કરી રેડ પાડી તેને ઝડપી પાડ્યો હતો.
​પોલીસે આરોપીની ઝૂંપડીમાં સર્ચ કરતા અલગ-અલગ ૪૨ નંગ ડુપ્લીકેટ સર્ટીફિકેટો/પ્રમાણપત્રો, ‘Mahatma Gandhi Institute’ નો એક સ્ટેમ્પ, એક લેપટોપ અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ચંદનકુમાર પાંડેની ધરપકડ કરી ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી ભરૂચ ખાતે લાવી ગુનાના કામે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here