સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં બાતમીના આધારે દાળમિલ રોડ પર આવેલ સોસાયટીના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ૦૯ શખ્સોને રોકડ સહિત લાખોના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દાળમિલ રોડ પર રાજ રાજેશ્વરી સોસાયટીમાં ભરતસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી.
જેમાં સ્થળ પરથી જુગાર રમતા (૧) ભરતસિંહ અનોપસિંહ ઝાલા (૨) સુરેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા (૩) અનિરુદ્ધસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા (૪) ધર્મેન્દ્રસિંહ નરપતસિંહ રાણા (૫) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા (તમામ રહે.રાજ રાજેશ્વરી સોસાયટી) (૬) સાજીદભાઈ હનીફભાઈ સોલંકી (રહે. વિવેકાનંદ ૦૩, જુના જંક્શન રોડ), (૭) હુશેનભાઈ ઉર્ફે જગાભાઈ હબીબભાઈ મોવર (રહે. સુધારા પ્લોટ, રતનપર) (૮) બહાદુરસિંહ ચંદુભા ઝાલા (રહે. કર્મયોગી પાર્ક, સરદાર સોસાયટી) (૯) અશ્વિનસિંહ મદારસિંહ ઝાલા (રહે.નવા ૮૦ ફૂટ રોડ, વઢવાણ)ને રોકડ રૃ.૩૧,૩૭૦, ૦૬-મોબાઇલ, (રૃ.૨૫,૩૦૦) સહિત કુલ રૃ.૫૬,૬૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા અને એ-ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

