GUJARAT : જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ

0
25
meetarticle

 જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી ગાયનેક હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન સોનોગ્રાફી માટેના જરૂરી રેકોર્ડ તથા ફોર્મ ભર્યા ન હોવાનું માલુમ પડતા નોટિસ આપવામાં આવી હતી પરંતુ કાયદાના ભંગ બદલ પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું અને બે માસ માટે પીએનડીટી નોંધણી રદ કરી કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લા  આરોગ્ય વિભાગની એપ્રોપીએટ ઓથોરિટી ટીમ દ્વારા શહેરમાં પીસી એન્ડ પીએનડી એક્ટ-૧૯૯૪ અંતર્ગત નોંધણી થયેલ ગાયનેક તબીબ ડો. અતુલ ઠેસીયા અને ડો. હેમાક્ષી કોટડીયા સંચાલિત ઠેસીયા મેટરનીટી અને ગાયનેક સર્જીકલ હોસ્પિટલમાં ૨૫ નવેમ્બરના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તપાસ દરમ્યાન સોનોગ્રાફી કરેલ સગર્ભા માતાના ફોર્મ- એફ ભરવામાં કે રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આરોગ્ય વિભાગના ધારાધોરણ મુજબ સોનોગ્રાફી કરતા પહેલા ફોર્મ એફ પૂરી વિગત સાથે અવશ્ય ભરવાનું હોય છે પરંતુ હોસ્પિટલના તબીબે તપાસ દરમ્યાન ગર્ભવતીનું ફોર્મ ભર્યું ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પીસી એન્ડ પીએનડીટી એકટ અન્વયે કલમ-૪(૩), ૨૯, નિયમ-૯(૧), ૯(૪) અને ૧૦(૧એ)નો ભંગ થયો હોવાથી કલમ-૨૦(૧) હેઠળ ૨૬ નવેમ્બરના  જવાબ રજૂ કરવા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. ઠેસીયા હોસ્પિટલ દ્વારા તા.૩ ડિસેમ્બરના નોટિસનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પીએનડીટી જિલ્લા એડવાઈઝરી કમિટીની ૪ ડિસેમ્બરના યોજાયેલ મિટિંગમાં ઠેસીયા હોસ્પિટલ દ્વારા થયેલા ખુલાસાને ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો. પીએનડીટી કમિટી દ્વારા જૂનાગઢની ઠેસીયા મેટરનીટી અને ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને સોનોગ્રાફી મશીન સીલ કરવાના આદેશ થયા હતા જે સંદર્ભે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે ઠેસિયા મેટરનીટી હોસ્પિટલ સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને કોર્ટ કેસની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here