VADODARA : બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા

0
30
meetarticle

 વડોદરા શહેર પોલીસ દ્વારા સાઇબર ફ્રોડ રોકવા માટે બેંક અધિકારીઓ સાથે મીટીંગ કરીને વધુ સહકારની માંગણી કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે બેંકોની મદદથી સાયબર માફીયા પર સકંજો વધુ કસી શકાશે.

વડોદરા શહેરમાં સરેરાશ ત્રણથી ચાર જણા રોજ સાયબર માફિયાઓનો શિકાર બની રહ્યા છે અને લાખોની રકમ ગુમાવી રહ્યા છે. પોલીસ દ્વારા સાયબર માફિયાઓથી બચવા માટે અવારનવાર ટીપ્સ આપવામાં આવતી હોય છે પરંતુ તેમ છતાં લોભામણી સ્કીમોમાં તેમજ ડિજિટલ એરેસ્ટના નામે લોકો ફસાતા હોય છે.

વિદેશથી બેઠા બેઠા કરોડો રૂપિયાનો ફ્રોડ કરતા સાયબર માફીઆઓ સુધી રૂપિયા પહોંચવા માટે ભારતની બેન્કોમાં એકાઉન્ટ ખોલવા જરૂરી હોય છે. 10-15% ના કમિશનમાં સાયબર માફિયાઓ લાખોની રકમ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે. જેથી બેંકો એકાઉન્ટ ખોલનાર વ્યક્તિની પૂરેપૂરી ચોકસાઈ કરે તો ઘણા બનાવો અટકી શકે તેમ છે. 

વડોદરા શહેર પોલીસના અધિકારીઓ અને ખાનગી તેમજ રાષ્ટ્રીય બેન્કોના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મેરોથોન મિટિંગમાં મોટી રકમ અને વારંવાર ટ્રાન્સફર થતી રકમ ઉપર વિશેષ નજર રાખવામાં આવે તેમજ વિદેશમાં સાયબર માફીઆઓ સુધી રકમ પહોંચે તે પહેલા તેના પર બ્રેક વાગે તે માટે તાકીદ કરવામાં આવી હતી.

વડોદરા પોલીસ દ્વારા એક વર્ષમાં કોર્ટના ઓર્ડર મારફતે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને 30.33 કરોડ રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે. બેંકો દ્વારા કોર્ટના ઓર્ડરનો ત્વરિત અમલ થાય તે માટે પણ સૂચના આપવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here