WORLD : ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ટેરિફ બોમ્બ ફોડવાની ધમકી, હવે આ પ્રોડક્ટ નિશાને!

0
35
meetarticle

અમેરિકાએ નવી સુરક્ષા નીતિમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતને તેનું સૌથી વિશ્વસની સાથી ગણાવ્યું છે અને ક્વાડ સંગઠન મારફત ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરી છે તેવા જ સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ જંગી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. ટ્રમ્પે સોમવારે ભારતને અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ કરવા સામે ચેતવણી આપતાં આ સમસ્યાના ઉકેલરૂપે ‘બમણો ટેરિફ’ નાંખવાની ધમકી આપી છે. આ સાથે ટ્રમ્પે અમેરિકન ખેડૂતો માટે 12 અબજ ડોલરની કેન્દ્રીય સહાય પણ જાહેર કરી હતી. ભારતીય ચોખા પર ટેરિફની ટ્રમ્પની ધમકીના કારણે ભારતમાં મંગળવારે શેરબજારમાં કડાકો બોલાઈ ગયો હતો.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકન કૃષિ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને ખેડૂતો સાથે રાઉન્ડટેબલ ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાણામંત્રી સ્કોટ બેસેન્ટ અને કૃષિ મંત્રી બૂ્રક રોલિન્સ સહિત તેમની કેબિનેટના અનેક સભ્યોએ હાજરી આપી હતી. આ બેઠખમાં લુઇસિઆનામાં પરિવારની કેનેડી રાઈસ મિલ ચલાવતાં મેરીલ કેનેડીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે, અન્ય દેશોમાંથી અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ થતું હોવાના કારણે દેશના દક્ષિણ ભાગમાં ડાંગર ઉત્પાદકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ કામ વર્ષોથી થઈ રહ્યું છે, પરંતુ ટ્રમ્પ સરકારમાં તેનું પ્રમાણ ઘણું વધ્યું છે. તેમણે સરકારને ચોખાના ડમ્પિંગ સામે ‘બમણો ટેરિફ’ નાંખવાની ભલામણ કરી હતી.

આ સંદર્ભમાં પ્રમુખ ટ્રમ્પ નાણામંત્રી બેસન્ટ તરફ ફર્યા અને કહ્યું કે, ભારત શા માટે અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ કરે છે. તેમણે તેના પર ટેરિફ ચૂકવવો પડશે. શું તેમને ચોખા પર ટેરિફમાં કોઈ રાહત આપવામાં આવી છે? બેસન્ટે કહ્યું કે, આપણે ભારત સાથે વેપાર કરાર મુદ્દે વાટાઘાટો કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં ટ્રમ્પે કહ્યું કે, આ વાટાઘાટો વચ્ચે પણ ભારતને ચોખાના ડમ્પિંગની મંજૂરી આપી શકાય નહીં.

મેરિલ કેનેડીએ કહ્યું કે, ભારત સિવાય થાઈલેન્ડ પણ અમેરિકામાં ચોખા ડમ્પ કરે છે. જ્યારે ચીન પ્યુઅર્ટો રીકોમાં ચોખા ડમ્પ કરે છે, જ્યાં અમેરિકન ખેડૂતો તેમના ચોકાની નિકાસ કરે છે. ચીનના ડમ્પિંગના કારણે અમેરિકન ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી પ્યુઅર્ટો રિકોમાં ચોખાની નિકાસ કરી શકતા નથી. અમેરિકન ખેડૂતો માત્ર અમેરિકા જ દુનિયાના અન્ય દેશોમાં પણ ચોખાની નિકાસ કરવા સક્ષમ છે. આપણા દેશને ફ્રી ટ્રેડ નહીં પરંતુ ફેર ટ્રેડની જરૂર છે.

ટ્રમ્પે કહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ એકદમ સરળ છે. તેઓ આ બધા દેશો પર ટેરિફ નાંખશે. તમારી સમસ્યાનો એક જ દિવસમાં ઉકેલ આવી ગયો છે. આ જ કારણે અમે સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી ગયા છીએ. અમેરિકામાં ભારતના ચોખાની માગ ઝડપથી વધી છે. તેનું એક કારણ અમેરિકામાં ભારતીય અને દક્ષિણ એશિયન વ્યંજનોની લોકપ્રિયતા વધી છે. આઈઆરઈએફના આંકડા મુજબ વર્ષ 2024-25માં ભારતે અમેરિકાને 274213.14 મેટ્રીક ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી, જેની કુલ કિંમત 33.71 કરોડ અમેરિકન ડોલર હતી. અમેરિકા ભારતના બાસમતી ચોખાનું ચોથું સૌથી મોટું બજાર છે. આ સિવાય 5.464 કરોડ અમેરિકન ડોલરના મૂલ્યના 61341.54 મેટ્રિક ટન બાસમતી સિવાયના ચોખા અમેરિકા મોકલાયા હતા.

આઈઆરઈએફની પ્રમુખ ટ્રમ્પને ચેતવણી

ટ્રમ્પ ભારતના ચોખા પર ટેરિફ નાંખશે તો અમેરિકાને જ નુકસાન

  • ભારત ચોખા ડમ્પ નથી કરતું પરંતુ અમેરિકન બજારની માગ પૂરી કરે છે : આઈઆરઈએફ

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર જંગી ટેરિફ નાંખવાના સંકેતો આપતા ભારતમાં હોબાળો મચી ગયો છે. જોકે આઈઆરઈએફએ ભારત અમેરિકામાં ચોખા ડમ્પિંગ કરતું હોવાના ટ્રમ્પના આક્ષેપોને નકારી કાઢ્યા છે. સંસ્થાએ કહ્યું કે, ટ્રમ્પના દાવાથી વિપરિત ભારત અમેરિકન બજારમાં ચોખાની માગ પૂરી કરે છે. તેમણે ટ્રમ્પની ટેરિફની ધમકીને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો હતો.

ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશન (આઈઆરઈએફ)ના વાઈસ પ્રેસિડેન્ટ દેવ ગર્ગે કહ્યું કે, અમેરિકામાં ભારતીય ચોખાની માગ સતત વધી રહી છે, કારણ કે ભારતીય અને દક્ષિણ એશિયન વાનગીઓની અમેરિકામાં લોકપ્રિયતા વધી રહી છે. આ વાનગીઓમાં ભારતીય ચોખાનો વપરાશ થાય છે. ભારતીય ચોખાની ફ્લેવર, ટેક્સચર અને કલર પ્રોફાઈલ એકદમ અલગ છે. અમેરિકન ચોખા ક્યારેય તેનો વિકલ્પ બની શકે નહીં. ભારત અમેરિકામાં ચોખા ડમ્પ નથી કરી રહ્યું પરંતુ બજારની માગ પૂરી કરી રહ્યું છે. અમેરિકા ભારતીય ચોખા પર ઓછો ટેરિફ લગાવીને કોઈ ઉપકાર નથી કરી રહ્યું. માગ બજારમાંથી જ પેદા થાય છે. ટ્રમ્પ ભારતીય ચોખા પર ટેરિફ વધારશે તો અમેરિકનોને જ વધુ નુકસાન થશે. ભારતની સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (ગતિ)એ કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું ચોખા પર ટેરિફનું નિવેદન અમેરિકામાં ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ કરવાની રણનીતિ છે. ટ્રમ્પની ધમકી નીતિગત નહીં પરંતુ રાજકીય છે.

અમેરિકા ટેરિફ વધારશે તો અમેરિકામાં ભારતીય ચોખાની નિકાસ મર્યાદિત થશે, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય ચોખાની માગ મજબૂત છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ચોખાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 28 ટકા અને વૈશ્વિક નિકાસમાં ૩૦ ટકા હિસ્સો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here