વડોદરા જિલ્લામાં અનેક સ્થળોએ ગેરકાયદે ચાલતા રેતીખનન સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.પરંતુ તેમ છતાં રેતી ખનન કરતા તત્ત્વોગાંઠતા નથી.કરજણના નારેશ્વર ખાતે મોડીરાતે પણ રેતીખનન ચાલતું હોવાની વિગતો બહાર આવી છે.

સ્થાનિકોના કહ્યા મુજબ,યાત્રાધામ નારેશ્વર ખાતે નર્મદાના પરિક્રમાવાસીઓ અને સાધુસંતો રોજેરોજ આવતા હોય છે.જે દરમિયાન નર્મદામાં સ્નાન કરવા જતાં જ નદીની અવદશો જોઇ નિસાસો નાખતા હોય છે.
સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી રેતી ખનન કરવામાં આવતું નથી,પરંતુ ઉપરોક્ત સ્થળોએ કેટલીક વખત આખી રાત રેતીખનન થતું જોવા મળે છે.રેતી ખનન માટે બોટમાં મોટા મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.
યાત્રાધામની પવિત્રતા જળવાય અને ભક્તોની નારાજગી દૂર થાય તે માટે તંત્રએ એલર્ટ રહી નિયમોનો ભંગ થતો હોઇ કોઇ પણ જાતની શેહશરમ વગર દાખલારૃપ કામગીરી કરવી જોઇએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

