WORLD : હજારો એચ-૧બી અરજદારોનાં ઇન્ટરવ્યુ અચાનક મોકૂફ રખાયા

0
33
meetarticle

ચાલુ મહિનાનાં અંતમાં ભારતમાં થનારા હજારો એચ-૧બી અરજદારોનાં અગાઉથી નિર્ધારિત ઇન્ટરવ્યુ અચાનક અનેક મહિનાઓ માટે મુલતવી રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરજદારોની સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓનલાઇન પ્રોફાઇલ તપાસ કરવા માટે આ ઇન્ટરવ્યુ મોકૂફ રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આગામી સપ્તાહમાં જે અરજદારોનાં ઇન્ટરવ્યુ હતાં તેમને અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ તરફથી ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમના ઇન્ટરવ્યુ આગામી વર્ષે મે સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે.

વધુ તપાસ કરવાના ભાગરૃપે એચ-૧બી વિઝા અરજદારોના નિર્ધારિત ઇન્ટરવ્યુ એક સાથે કેન્સલ કરવાથી તેમને અમેરિકા પરત ફરવામાં ઘણો વિલંબ થવાનો છે.જે અરજદારોને ૧૫ ડિસેમ્બર કે તેના પછીની ઇન્ટરવ્યુ તારીખ આપવામાં આવી હતી તેમના ઇન્ટરવ્યુ ફરીથી શિડયુલ કરવામાં આવ્યા છે. તેમનામાંથી મોટા ભાગના અગાઉથી જ ભારતમાં હતાં.

આવા અરજદારો ઇન્ટરવ્યુની નવી તારીખ આવવા સુધી અમેરિકા જઇ શકે તેમ નથી કારણકે તેમની પાસે નોકરી માટે અમેરિકા પરત જવા માટે માન્ય એચ-૧બી વિઝા નથી.

ઉદાહરણ તરીકે જેમના ઇન્ટરવ્યુ ૧૫ ડિસેમ્બરે થવાનાં હતાં તેમને ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમના ઇન્ટરવ્યુ માર્ચ મહિનામાં થશે. જેમના ઇન્ટરવ્યુ ૧૯ ડિસેમ્બરમાં થવાના હતાં તેમને ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે મેનાં અંતમાં નવી તારીખ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અરજદારોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરવાના નવા નિયમોને ધ્યાનમાં રાખી અન્ય કેટેગરીનાં વિઝા અરજદારોના ઇન્ટરવ્યુની તારીખ પણ આગળ વધારવામાં આવી રહી છે.

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) અનુસાર તાજેતરના વર્ષોમાં તમામ મંજૂર એચ-૧બી અરજીઓમાં ૭૧ ટકા અરજીઓ ભારતીયોની હતી.

સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા ફી વધારી એક લાખ ડોલર કરવાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતાં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here