RAJKOT : જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

0
42
meetarticle

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેના પિતરાઈ ભાઈએ છરીના ચાર જેટલા ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે

.

શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાન સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે તેના પર દિગ્વિજય પ્લોટ શેરી નાં ૫૪ના છેડે તેના જ પિતરાઈ ભાઈ એવા દિલીપ રમેશભાઈ ચાવડાએ છરીના ઉપરા છાપરી ૪ જેટલા ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી હતી.

આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. પોલીસ દ્વારા આ પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, જેમાં મૃતક યુવાન જયેન્દ્ર ઉર્ફે જયલો કે જે આજથી આઠ મહિના પહેલા આરોપી દિલીપની પત્નીને ઉઠાવી ગયો હતો, અને પોતાના ઘરમાં બેસાડી છે. જેનું મનદુઃખ રાખીને આરોપીએ હત્યા કરી નાખી પોતાનો મનસુબો પર પડયો હતો. મૃતકના પિતા જગદીશભાઈની ફરિયાદ પરથી દિલીપની સામે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here