ભારતમાં અદાણી જૂથ આગામી છ વર્ષમાં ૧૨ લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે, એમ ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. તેમાનું મોટાપાયા પરનું રોકાણ ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇનિંગ, રીન્યુએબલ એનર્જી અને માઇનિંગ સેક્ટરમાં કરવામાં આવશે. આ જંગી રોકાણ છે અને અમે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવા માટે આ રોકાણ કરવાના છીએ.

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કોર્પોરેટ ઇન્ડિયા અને ઉદ્યોગપતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતાના કોલને તેમના કારોબાર સાથે સાંકળી રહ્યા છે અને તેને ભારતની નવી સ્વતંત્રતા તરીકે ઓળખાવી રહ્યા છે. આત્મનિર્ભરતા મેળવવાના પ્રયત્નો જારી છે, એવો કોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. આત્મનિર્ભરતા જ નવી સ્વતંત્રતા છે. તેથી જ દરેક ઉદ્યોગપતિ અને દરેક ગુ્રપ તેના પર કામ કરી રહ્યું છે.આમ અદાણીના આ રોકાણ આયોજનો વૈશ્વિક કંપનીઓના ભારતમાં રોકાણને પણ પાછળ ધકેલી દીધું છે. ડોલરના સંદર્ભમાં જોઈએ તો અદાણી દ્વારા કરવામાં આવનારું કુલ રોકાણ ૧૪૦ અબજ ડોલર થાય.આ ઉપરાંત તેમણે આગામી પાંચ વર્ષમા ઊર્જા ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન માટે ૭૫ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી, જે આ મૂળ રોકાણનો જ હિસ્સો છે.
ગૌતમ અદાણી અહીં ધનબાદ ખાતે આઇઆઇટી (આઇએસએમ)ના સેન્ટેનરી ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. તેઓ ઇન્ફ્રાસ્ટર્કચર, ટેકનોલોજી, એનર્જી ટ્રાન્ઝિશન, પોર્ટ્સ અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાના છે, એમ અદાણીએ જણાવ્યું હતું. તેમણએ જણાવ્યું હતું કે અમે વિશ્વની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી રીન્યુએબલ એનર્જી કંપનીઓમાંની એક છીએ, અમે એટલા મોટાપાયા પર કામગીરી કરવા માંગીએ છીએ ેથી આગામી દાયકામાં બારતની મહત્ત્વાકાંક્ષાઓને અમે પહોંચી વળીએ.
અદાણી જૂથ વિશ્વનો સૌથી મોટી રીન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં ખાવડા ખાતે બનાવી રહ્યુ છે, આ પાર્ક ૫૨૦થી વધુ ચોરસ કિ.મી.માં પથરાયેલો હશે. આ પાર્ક ૨૦૩૦માં સંપૂર્ણ ક્ષમતાએ કામ કરતો થશે ત્યારે તે ૩૦,૦૦૦ મેગાવોટની ગ્રીન ઉર્જાનુ સર્જન કરશે. આટલી ઉર્જા છ કરોડથી વધુ ઘરોને એક વર્ષ સુધી વીજળી પૂરી પાડી શકશે.
આ ઉપરાંત અદાણી જૂથ માઇનિંગ અને મટીરિયલ્સમાં આગળ વધવાનુ આયોજન ધરાવે છે. આ ઉપરાંત તે ગ્રીન ટ્રાન્ઝિશન માટે ઓરમાંથી મેટલ્સ, એલોય્સ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ બનાવવાનું આયોજન પણ ધરાવે છે.

