BOLLYWOOD : વિક્કી કૌશલની મહાવતારમાં દીપિકાને રોલની ઓફર

0
28
meetarticle

વિક્કી કૌશલની મુખ્ય ભૂમિકા ધરાવતી  ફિલ્મ ‘મહાવતાર’માં મુખ્ય અભિનેત્રીના રોલ માટે દીપિકા પાદુકોણનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. 

અમર કૌશિકનાં દિગ્દર્શન હેઠળ  બની રહેલી આ ફિલ્મ માટે દીપિકાએ જોકે, હજુ સુધી આખરી સંમતિ આપી નથી. પરંતુ, જો દીપિકા આ ફિલ્મ માટે તૈયાર થશે તો તે અને વિક્કી પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. 

 દીપિકા હાલ તેના કામના કલાકો અને મહેનતાણાંના મુદ્દે ‘સ્પિરિટ’ અને ‘કલ્કિ ટુ’ જેવી ફિલ્મો ગુમાવી ચૂકી છે. 

વિક્કીની આ ફિલ્મ માટે બે વર્ષથી પ્લાનિંગ થઈ રહ્યું છે. જોકે, વિક્કીએ પોતાની સામટી તારીખો સંજય લીલા ભણશાળીની ‘લવ એન્ડ વોર’ને ફાળવી  દેતાં આ ફિલ્મનું શૂટિંગ ઘોંચમાં પડયું હતું. હજુ આવતાં વર્ષની મધ્યમાં ફિલ્મનું શૂટિંગ શરુ થાય તેવી  સંભાવના છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here