અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડોદરા-અમદાવાદ એક્સ્પ્રેસ વે પર એક ટ્રકમાં આગ લાગતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ,અંકલેશ્વરથી કેમિકલ ભરીને વિરમગામ જવા નીકળેલી ટ્રક વડોદરાના ટોલ નાકા પાસે પહોંચી ત્યારે એકાએક ધુમાડા નીકળતાં ડ્રાઇવરે ટ્રક ટોલ નાકા પાસે બાજુમાં પાર્ક કરી હતી.
ટીપી-૧૩ અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ફાયર બ્રિગેડની બે ટીમો બનાવના સ્થળે આવી ત્યાં સુધીમાં કેમિકલમાં આગ લપેટાઇ ચૂકી હતી.ફાયર બ્રિગેડે થોડી જ વારમાં આગ કાબૂમાં લઇ વધુ નુકસાન અટકાવ્યું હતું.

