એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આંતરરાષ્ટ્રીય કફ સિરપ સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ આ ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદોના ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં કુલ 25 સ્થળોએ દરોડા પાડ્યા છે.

ક્યાં-ક્યાં પાડવામાં આવ્યા દરોડા?
અહેવાલો અનુસાર, EDએ આલોક સિંહ અને અમિત ટાટા જેવા મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.અમદાવાદ, ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, જૌનપુર, સહારનપુર અને ઝારખંડ રાંચીમાં દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે, લખનઉમાં બરતરફ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ આલોક સિંહના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતાશું છે કફ સિરપ સ્મગલિંગ સિન્ડિકેટ?
આ સિન્ડિકેટ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક છે, જે ગેરકાયદે રીતે કોડીન ધરાવતા કફ સિરપ (જેમ કે ફેન્સેડિલ અને કોરેક્સ)ની સ્મગલિંગ કરે છે. આ સિરપને માદક દ્રવ્ય તરીકે બાંગ્લાદેશ અને નેપાળમાં મોકલવામાં આવે છે અને ત્યાં ઊંચા ભાવે વેચવામાં આવે છે. આ કેસની શરૂઆત મધ્ય પ્રદેશમાં બાળકોના મૃત્યુથી થઈ હતી અને તેનું નેટવર્ક ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ફેલાયેલું છે.
તપાસ અને રાજકીય કનેક્શન!
વર્ષ 2025માં મધ્ય પ્રદેશના ગુના અને વિદિશામાં કોડીન સિરપના કારણે થયેલા બાળકોના મૃત્યુએ આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ દુબઈમાં ફરાર છે, જ્યારે અમિત સિંહ ટાટા અને બરતરફ કોન્સ્ટેબલ આલોક સિંહની ધરપકડ થઈ ચૂકી છે. આ આરોપીઓના પૂર્વાંચલના શક્તિશાળી નેતા, ધનંજય સિંહ અને સુશીલ સિંહ સાથે પણ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે.
અત્યાર સુધીમાં 87 એફઆઈઆર દાખલ
ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ અત્યાર સુધીમાં 87 FIR દાખલ કરી છે અને અનેક ધરપકડ કરી છે. ED દ્વારા NDPS એક્ટ, BNS અને મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. મંગળવારે આલોક સિંહ અને અમિત ટાટાને CJM કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં હવે તેમની જામીન અરજી પર 22મી ડિસેમ્બરે સુનાવણી થશે.
