અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વલસાડના ઉમરગામના તુંબ ગામની એક કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગના બનાવને પગલે વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઉમરગામના તુંબ ગામ ખાતે આવેલી પ્લાસ્ટિક રિસાયકલિંગ કરતી લુક્રો પ્લાસ્ટસાયકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉમરગામ નગરપાલિકા, સરીગામ, વાપી નોટીફાઈડ એરિયા અને વાપી નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આગના બનાવને પગલે ભારે દોડધામ મચી હતી. ભીષણ આગ લાગવાના કારણે દૂરદૂર સુધી ધૂમાડા ગોટા જોવા મળી રહ્યા છે. જ્યારે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે, ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

