VADODARA : હરણીના જ્વેલર્સ શોરૃમમાંથી ત્રણ વીંટી ચોરી જનાર મહિલા અને પતિ પકડયા

0
43
meetarticle

હરણીના જ્વેલર્સને ત્યાંથી સોનાની ત્રણ વીંટી ચોરી જનાર મહિલા અને તેના પતિને પોલીસે ઝડપી પાડયા છે.

હરણી મોટનાથ રોડ પર માં રેસિડેન્સી ખાતે જ્વેલર્સને ત્યાં ૧૫ દિવસ પહેલાં ગ્રાહક તરીકે આવેલી મહિલા રૃ.૧લાખની કિંમતની સોનાની ત્રણ વીંટી ચોરી ગઇ હતી અને બદલામાં ત્રણ નકલી વીંટી મૂકી ગઇ હતી.

હરણીના પીઆઇ એસવી વસાવાએ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજને આધારે પ્રવિણા કંચન સોલંકી અને કંચન રમેશભાઇ સોલંકી(કમલાનગર માર્કેટ પાછળ,ઓમ રેસિડેન્સી,આજવારોડ)ને ઝડપી પાડી વીંટી અને રિક્ષા કબજે લીધી છે.બંને સામે અગાઉ કઠલાલ પોલીસમાં પણ ચોરીનો ગુનો નોંધાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here