વડોદારના સમા-હરણી લિન્ક રોડ પાસેની ઝાડીઓમાં આજે સવારે વાઘ આયો.. ની બૂમો પડતાં ઉત્તેજનાભર્યા દ્શ્યો જોવા મળ્યા હતા.

વિશ્વામિત્રી નદીના કોતરોની ઝાડીમાં એક શ્રમજીવી મહિલાએ વાઘ જેવું કોઇ પ્રાણી જોતાં તે ગભરાઇને સુરક્ષિત સ્થળ તરફ દોડી ગઇ હતી.આ મહિલાની બૂમો સાંભળીને લોકો ભેગા થઇ ગયા હતા.
ફોરેસ્ટ વિભાગને બનાવની જાણ થતાં ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.પરંતુ વાઘના કોઇ નિશાન મળ્યા નહતા પરંતુ એક સ્થળે ઝરખના પંજાના નિશાન મળ્યા હતા.ફોરેસ્ટના રેસક્યૂઅરે મહિલાને ઝરખ અને વાઘના ફોટો બતાવતાં ઝરખ હોવાની પુષ્ટિ થઇ હતી.આ દરમિયાનમાં નજીકના એક ઇલેકટ્રોનિક્સ સાધનોના શો રૃમમાં દીપડો ઘૂસી ગયો હોવાનો કોલ મળતાં ફોરેસ્ટની ટીમ ત્યાં પહોંચી હતી.પરંતુ આ કોલ ફેક જણાઇ આવ્યો હતો.
