અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તરાયણ પહેલા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ શરું થઇ ગયું છે. ત્યારે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી અને ટુક્કલો અંગે તપાસ કરવામાં આવી રહી છે.શાહપુર પોલીસે ટોરેન્ટ કચેરી પાસેથી ચાઇનીઝ દોરી વેચવા આવેલા યુવકને અને સરદાનગર પોલીસે પતંગની દુકાનમાં દરોડો પાડીને ટેલર અને ફીરકી સહીત કુલ ૪૦ હજાર કિંમતના ચાઇનીઝ ટેલર અને ફીકરી પકડીને ચાર લોકો સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શાહપુર પોલીસે ટોરેન્ટ પાવર પાસેથી દોરી વેચવા આવેલા લોકોને ચાઇનીઝ દોરી સાથે ધરપકડ ઃ સરદાનગરમાં દુકાનમાંથી ટેલર ફીરકી પકડી
શાહપુર પોલીસે ચોક્કસ બાતમી આધારે રાણી રૃપમતી મસ્જીદ પાસેથી યાહ્યા તાહિર અલી શેખને ચાઇનીઝ દોરીની રૃા. ૩૮,૦૦૦ના ૭૫ રીલ સાથે ઝડપ્યો છે. જેમાં પોલીસે આરોપીની પૂછપરછ કરતા બાપુનગરના શાનુ અને અદનાન પાસેથી લાવ્યો હતો અને કમિશન કાઢીને વેચાણ કરતો હતો. ત્રણેયમાં બનાવમાં પોલીસે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોધીને ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી છે.ઉપરાંત સરદારનગરમાં પોલીસે સરદાનગર પોલીસ લાઇન પાસે આવેલા દીપક જનરલ સ્ટોરમાં ચોક્કસ બાતમી આધારે દરોડો પાડીને પતંગની દુકાનમાંથી ત્રણ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે કુબરનગરમોં રહેતા વિનોદ રંગલાણીને પકડયો હતો. પોલીસે બન્ને સ્થળેથી ટેલર અને ફીરકી સહીત કુલ ૪૦ હજાર કિંમતના ૮૦ ચાઇનીઝ ટેલર અને ફીકરી પકડીને ચાર લોકો સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

