SURAT : કુડસદમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, માતાની શોધખોળ શરૂ

0
34
meetarticle

સુરત જિલ્લાના કીમ પૂર્વ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને લજવનારી ઘટના સામે આવી છે. અહીંના કુડસદ ગામની સીમમાંથી તાજું જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની વિગત પ્રાપ્ત વિગતો અનુસાર કીમ પૂર્વમાં આવેલા કુડસદ ગામના મુન્ના એજન્સી વિસ્તારમાં સંગમ ઢાળ પાસેથી આ શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વિસ્તાર લોકોની સતત અવરજવર વાળો હોવા છતાં, કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પાપ છુપાવવા માટે નવજાતને અહીં ત્યજી દેવામાં આવ્યું હતું. શિશુ મળી આવ્યું ત્યારે તેનું મોઢું છુપાવેલી હાલતમાં હતું.

રાત્રિના અંધકારમાં નિકાલ કર્યાની આશંકા 

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોઈ અજાણી માતાએ સામાજિક ડર કે અન્ય કોઈ કારણોસર રાત્રિના અંધકારનો લાભ લઈ શિશુનો નિકાલ કર્યો હોવો જોઈએ. તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતાં જ જાગૃત નાગરિકોએ કીમ પોલીસને જાણ કરી હતી. કીમ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસે આ મામલે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. જેથી બાળકને તરછોડનારી માતા કે વ્યક્તિ સુધી પહોંચી શકાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here