પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, જે સૌથી લોકપ્રિય સેલિબ્રિટી કપલ્સમાંના એક માનવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આ બંનેના રોમેન્ટિક ફોટા અનેક વખત વાયરલ થયા છે.
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હિરો-હિરોઈન તેમના રિલેશનને લઈને વધુ સીરીયસ થયા છે. લગ્ન કરતા પહેલા તેઓ એકબીજાને કેટલા યોગ્ય છે તે જાણવા લિવ-ઇનમાં રહેવાનો ટ્રેન્ડ છે. તાજેતરમાં જ સૌથી લોકપ્રિય સેલિબ્રિટીપુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ પોતાના રિલેશનને લઈને ખુલાસો કર્યો છે. આ સેલેબ્સે કહ્યું કે લગ્ન કરતા પહેલા અમે 2 વર્ષ સાથે રહ્યા હતા. આ અમારા માટે ખૂબ મહત્વનું રહ્યું. કારણ કે અમે ત્યારે જ એકબીજાને યોગ્ય રીતે ઓળખી શકયા.
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, જે સૌથી લોકપ્રિય સેલિબ્રિટી કપલ્સમાંના એક માનવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આ બંનેના રોમેન્ટિક ફોટા અનેક વખત વાયરલ થયા છે. ગયા વર્ષે માર્ચમાં તેમના લગ્ન થયા હતા. કરણ જોહર સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, પુલકિત અને કૃતિએ ખુલાસો કર્યો હતો કે તેઓ લગ્ન કરતા પહેલા બે વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. તેમણે કહ્યું, “અમે અમારા પોતાના જીવનના મોટા હિમાયતી છીએ. અમે બંનેએ સાથે મળીને નક્કી કર્યું હતું કે લગ્ન પહેલાં સાથે રહેવું યોગ્ય રહેશે.”

કરણના શોમાં જયારે કૃતિ અને પુલકિત આવ્યા ત્યારે તેમણે બંનેને પુછયું કે લિવ ઇનમાં રહ્યા બાદ અને લગ્ન પછીનું જીવન કેવું છે? ત્યારે પુલકિતે જવાબ આપ્યો, “તે ખૂબ જ સુંદર છે. લગ્ન જીવન કરતાં પણ વધુ, મને લાગે છે કે અમે શ્રેષ્ઠ મિત્રો અને શ્રેષ્ઠ રૂમમેટ છીએ. મને લાગે છે કે સંબંધને જીવંત રાખવા માટે આ બંને જરૂરી છે. દરમિયાન, કૃતિએ કહ્યું, “હું લોકોને લગ્ન કરવા માટે પ્રેરણા આપીશ, 100 ટકા લગ્ન કરવા જ જોઈએ. જો તમને તમારો પ્રેમ મળે તો તેને જીવંત રાખવા માટે બધું જ કરો.”
અમે બે વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા તે સમય અમારા માટે વધુ સારો રહ્યો. આ સમયમાં જ અમે એકબીજાને ઓળખી શક્યા. કૃતિએ કહ્યું કે કોવિડ દરમિયાન, અમે સાથે હતા, પરંતુ એક જ એપાર્ટમેન્ટમાં નહીં. કોવિડ પછી, અમે સાથે રહેવાનું શરૂ કર્યું. અમને એક એવું ઘર મળ્યું જે ન તો તેનું હતું કે ન મારું, પણ અમારું હતું. સાથે મળીને, અમે તે ઘરને અમારું ઘર બનાવ્યું.” પુલકિત અને કૃતિ 2019 માં ફિલ્મ “પાગલપંતી” ના સેટ પર મળ્યા હતા. બાદમાં તેઓએ “વીરે કી વેડિંગ” માં સાથે કામ કર્યું. તેઓ પ્રેમમાં પડ્યા, સાથે રહ્યા અને પછી લગ્ન કર્યા. આજે, તેઓ તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે.

