સુરત શહેર પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલ ઊભા થયા છે. અડાજણ વિસ્તારના ગિરિરાજ સોસાયટી પાસે ભિક્ષુક લોકોને લેવા આવેલી પોલીસ ટીમે એક 90 વર્ષીય વૃદ્ધ મહિલા ભિક્ષુક સાથે અભદ્ર વર્તન કરીને માર માર્યો હોવાની શરમજનક ઘટના સામે આવી છે.
સુરત શહેર પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલ ઊભા થયા છે. અડાજણ વિસ્તારના ગિરિરાજ સોસાયટી પાસે ભિક્ષુક લોકોને લેવા આવેલી પોલીસ ટીમે એક 90 વર્ષીય વૃદ્ધ મહિલા ભિક્ષુક સાથે અભદ્ર વર્તન કરીને માર માર્યો હોવાની શરમજનક ઘટના સામે આવી છે. આ શરમજનક ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા પોલીસકર્મી દ્વારા આ વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં તેમને જબરજસ્તી ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ભિક્ષુકોને લઈ જવાની કાર્યવાહી દરમિયાન આટલી મોટી ઉંમરના વૃદ્ધ મહિલાને માર મારવો કેટલો યોગ્ય છે તેવો સવાલ ઉઠી રહ્યો છે. આ ઘટનાએ સુરત પોલીસ અધિકારીઓની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને માનવાધિકારનું ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવા જરૂરી છે.
