SURENDRANAGAR : ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય

0
43
meetarticle

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગોે પર ગંદકીનના ઢગ ખડકાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા નજીક મૃત પશુઓ અને કચરાના ઢગલાને કારણે મોઢે રૃમાલ રાખીને ગ્રામજનો પસાર થવા મજબૂર થયા છે.

ધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામમાં જાહેર રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીના ઢગલા અને દુર્ગંધયુક્ત ઉકરડા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ પ્રદૂષિત વાતાવરણને કારણે નાના બાળકો અને વૃદ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે. મહિલાઓએ પણ તળાવ તરફ જતા સમયે મૃત પશુઓ અને કચરાના ઢગલાને કારણે મોઢે રૃમાલ રાખીને પસાર થવું પડે છે. ગ્રામજનોએ ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરી હોવા છતાં સ્વચ્છતા જાળવવામાં બેદરકારી જોવા મળી રહી છે. લોકોએ તાત્કાલિક આ ગંદકીના ઢગલા હટાવીને સ્વચ્છતા હાથ ધરવા તંત્ર સમક્ષ માંગણી કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here