GUJARAT : વાપી ટાઉન પોલીસે બે અલગ-અલગ દરોડામાં ૧૯૨૦ બોટલ દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

0
35
meetarticle

વાપી ટાઉન પોલીસે છેલ્લા ૨૪ કલાકના સમયગાળા દરમિયાન નાકાબંધી અને પેટ્રોલિંગ થકી વિદેશી દારૂની હેરાફેરીના બે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યા છે. પોલીસે બે અલગ-અલગ વાહનોમાંથી કુલ ૧,૯૨૦ બોટલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેનો કુલ મુદ્દામાલ ₹૧૧,૯૪,૭૬૮/- થાય છે.

​પ્રથમ રેડ (ઇનોવા કારમાંથી)
વાપી ટાઉન પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે બલીઠા રેલ્વે બ્રિજ સામે, ને.હા. નં. ૪૮ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમીવાળી ટોયોટા ઇનોવા કાર (નં. GJ-૦૧-HM-૫૦૬૩) ને રોકીને ચેક કરતા અંદરથી ભારતીય બનાવટની ઇંગ્લીશ વિસ્કીની કુલ ૧૪૪૦ બોટલો (કિં. ₹૨,૭૧,૯૬૮/-) મળી આવી હતી. પોલીસે ડ્રાઇવર ઉંમર મરગુબ આલમ અન્સારી (રહે. સુરત) અને ક્લીનર રાહુલભાઈ હિમંતભાઇ ભીલ (રહે. સુરત) ની ધરપકડ કરી હતી. પોલીસે ઇનોવા કાર સહિત કુલ ₹૭,૭૩,૯૬૮/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સોનુ નામનો એક ઇસમ વોન્ટેડ છે.

​બીજી રેડ (મારૂતિ ઓમની વાનમાંથી)
બીજા કેસમાં, વાપી ચલા ખાતે ડાભેલ પોલીસ ચેકપોસ્ટ પાસે મારૂતી ઓમની વાન (નં. DD-૦૩-G-૧૩૬૦) ને રોકીને ચેક કરવામાં આવી હતી.
વાનમાંથી ઇંગ્લીશ વ્હીસ્કી અને વોડકાની કુલ ૪૮૦ બોટલો અને છૂટ્ટી કોથળીઓ (પડિકાં) મળી કુલ ₹૩,૧૫,૮૦૦/- નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રાઇવર ભુપેન્દ્રભાઇ ગણપતભાઇ કામલી (રહે. દમણ) ની ધરપકડ કરી હતી. આ કેસમાં ઓમની વાન સહિત કુલ ₹૪,૨૦,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ભરાવનાર પીન્કી આકાશ સીંગ અને ફાલ્ગુની રાણા (બંને રહે. સુરત) ને વોન્ટેડ જાહેર કરાયા છે.
​પોલીસે બંને કેસમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here