BUSINESS : IPOમાં મ્યુચ્યુઅલ ફંડોનું વધતું રોકાણ, નવેમ્બરમાં રૂ. 13,000 કરોડ ઠાલવ્યા

0
30
meetarticle

વર્તમાન વર્ષમાં પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ)માં મ્યુચ્યુઅલ ફંડ નોંધપાત્ર હિસ્સો મેળવી રહ્યા છે. પ્રાપ્ત ડેટા અનિસાર નવેમ્બરમાં છ આઈપીઓમાં મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું.

મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ગ્રો કંપનીના આઈપીઓમાં સૌથી વધુ રોકાણ જોવા મળ્યું, જે લગભગ રૂ. ૪,૨૦૦ કરોડ આકર્ષિત થયું. વિશ્લેષણ મુજબ, લેન્સકાર્ટ સોલ્યુશન્સ, પાઈન લેબ્સ, ફિઝિક્સ વાલા, ટેનેકો ક્લીન એર અને એમવી ફોટોવોલ્ટેઇક પાવર પણ મહિના દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા સૌથી વધુ ખરીદાયેલા ટોચના ૨૫ શેરોમાં હતા, જેમાં પ્રત્યેકમાં રૂ. ૧,૦૦૦ કરોડથી વધુનું રોકાણ હતું.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ચોખ્ખું ઇક્વિટી રોકાણ આશરે રૂ. ૪૩,૫૦૦ કરોડ સુધી પહોંચ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડ્સનો આઈપીઓમાં વધતો રસ અને અન્ય રોકાણકારોના સેગમેન્ટ્સ તરફથી મજબૂત માંગે ઇશ્યુમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ વર્ષે, મુખ્ય પ્લેટફોર્મ્સ પર ૧૦૦ થી વધુ આઈપીઓ લોન્ચ કરવામાં આવ્યા છે, જે છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે.પ્રાથમિક બજાર પ્રવૃત્તિ મજબૂત માંગને પ્રતિબિંબિત કરે છે, જે મોટાભાગે મ્યુચ્યુઅલ ફંડ્સમાં છૂટક રોકાણ દ્વારા સંચાલિત છે. સેકન્ડરી માર્કેટમાં ઊંચા મૂલ્યાંકને આ મોટાભાગની તરલતાને પ્રાયમરી ઇશ્યુમાં ધકેલી દીધી છે.

આઈપીઓ બજાર મજબૂત સ્થાનિક તરલતા દ્વારા સમર્થિત છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણના સતત પ્રવાહે તેમના માટે રોકાણ કરવા માટે મૂડીનો મોટો પૂલ બનાવ્યો છે. જે વૈશ્વિક બજારની અસ્થિરતા છતાં નવા ઇશ્યુ માટે મજબૂત આધાર પૂરો પાડે છે. ગ્રાહક ટેકનોલોજી (કન્ઝયુમરટેક) અને નવી પેઢીના વ્યવસાયોની માંગ પ્રાથમિક બજારમાં ખાસ કરીને મજબૂત રહી છે, જે તાજેતરના આઈપીઓમાં ૨૦% હિસ્સો ધરાવે છે.

હાલમાં, આઈપીઓ માંગના ૨૦% કન્ઝયુમરટેક અને નવી પેઢીના વ્યવસાયોમાંથી આવી રહ્યા છે, જે આગામી પાંચ વર્ષમાં ૩૦% થી વધુ થઈ શકે છે. અબજો ડોલરમાં ખાનગી બજાર મૂલ્યાંકન ધરાવતા ઓછામાં ઓછા ૨૦ સ્ટાર્ટઅપ્સ બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here