બેંક ખાતા ધારકોના ઓનલાઈન ચીટિંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતા ધારકોને શોધવા માટે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન જામનગર તેમજ સિક્કા ખાતેથી બે એકાઉન્ટ મળી આવતા જેમાં પાંચ ખાતેદારો દ્વારા રૂપિયા ૧૪.૪૦ લાખની હેરફેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વધુ બે ફરિયાદ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં ફરિયાદનો આંક ૨૨નો થયો છે. અને ૪૯ આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ છે.

જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં સરકાર પક્ષે મયુરસિંહ જગદીશસિંહ જાડેજા ફરિયાદી બન્યા છે. અને જામનગરના વેપારી વિવેક પરષોત્તમભાઈ સભાયા, તેમજ અમદાવાદના રાજ ચંપાવત સામે ગુનો નોંધ્યો છે, અને તેઓ દ્વારા બેંકના ખાતામાંથી દસ લાખથી વધુની રકમની હેરફેર કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા ગુનો નોંધાયો છે.આ ઉપરાંત સિક્કા પોલીસ મથકમાં ં સરકાર પક્ષે યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ -પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરિયાદી બની સિક્કામાં એકાઉન્ટ ધરાવતા મોહમ્મદ શાહનવાજ સાહજાદઆલમ તેમજ સુનિલ મોહનલાલ દેવડા અને રાજસ્થાનના જોધપુરના વિનોદ નામના શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. જેઓ દ્વારા ૪ લાખ ૪૦ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરી સગેવગે કરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જે મામલે પણ ગુનો નોંધાયો છે.અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૨૨ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમાં ૪૯ આરોપીઓ સામે ગુના નોંધાયા છે. જે સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૩૮.૪૨ લાખની રકમ સગેવગે કરવા બદલ આરોપીઓ જયદીપપૂરી કિશોરપૂરી ગોસ્વામી, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઈ રુંજા, ભરતભાઈ પરમાર અને અભિષેકસિંહ ઉર્ફે અભીરાજસિંહ દશરથસિંહ જાડેજા એમ ચાર વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા મનોજભાઈ ઠાકરશીભાઈ લક્મેં ફરિયાદ નોંધાવી છે.
સાવરકુંડલામાં સાયબર ફ્રોડના કુલ રૂ. ૧૨,૩૦,૦૦૦ હેરફેર અંગે આરોપી ઇરફાનભાઇ હુસેનભાઇ પઠાણ (રહે. નુરાનીનગર, સાવરકુંડલા) તથા મુબીનભાઇ જીભાઇ ભટ્ટી (રહે. મણીનગર, સાવરકુંડલા) સામે ફરિયાદ નોંધાઇ છે.બીજા બનાવમાં સાવરકુંડલા રૂરલ પોલીસમાં આરોપી વિજયભાઇ મનસુખભાઇ જોળીયા (રહે. રામગઢ, તા. સાવરકુંડલા),વિવેકભાઇ ઉર્ફે કાનો મગનભાઇ સોલંકી (રહે. હાથસણી રોડ, સાવરકુંડલા)સામેે રૂ.૭,૧૭,૭૫૬ની રકમ સગેવગેકર્યાની ફરિયાદ નોંધાવાઇ છે.

