સની દેઓલને ‘હનુમાનજી’નું પાત્ર ભજવવા માટે વધુ એક ફિલ્મ ઓફર થઈ છે. જોકે, આ ફિલ્મમાં ભગવાન શ્રી રામ અને સીતા માતાનાં પાત્રો કેન્દ્રસ્થાને નહિ હોય પરંતુ હનુમાનજીનું પાત્ર જ કેન્દ્રમાં હશે અને તેમનાં એકથી વધુ પરાક્રમો દર્શાવાશે. આ ફિલ્મ ઓપેરા સ્ટાઈલની હશે એટલે કે તેમાં મ્યુઝિક સાથે ગીતોના સ્વરુપમાં સંવાદો સાથે ફિલ્મની વાર્તા કહેવાશે.
સની દેઓલ હાલ રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ ફિલ્મ માં હનુમાનજીની ભૂમિકા ભજવી રહ્યો છે.

આ ફિલ્મ સાથે જ સંકળાયેલા એક નિર્માતા નમિત મલ્હોત્રો સમગ્ર રામાયણ નહિ પરંતુ હનુમાનજીનાં એન્ગલથી તેમનાં પરાક્રમોની વાત કહી શકાય તેવી ફિલ્મનો કન્સેપ્ટ વિચાર્યો છે. તેઓ આ ફિલ્મની હોલિવૂડ એવેન્જર્સ પ્રકારની એકથી વધ ફિલ્મોની સીરિઝ બનાવવા ઈચ્છે છે.

