BOTAD : રાણપુર પોલીસે સાંગણપુર ગામેથી ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે રૂ.25,575 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

0
56
meetarticle

બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂની બધી નાબૂદ કરવા તમામ પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાને અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશનના PI.એસ.એ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના મહાવીરસિંહ ચુડાસમા, ઝાલાભાઇ ગમારા,લગધીરસિંહ ચુડાસમા,દશરથભાઈ કમેજરીયા એ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાણપુર તાલુકાના સાંગણપુર ગામે મુનાભાઈ ભગવાનભાઈ વાટુકીયાના બંધ પડી રહેલ મકાનમાં જગદીશભાઈ કરશનભાઈ વાટુકીયા એ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો અને બીયર ના ટીન સંતાડેલ હોય જે બાતમીને આધારે પોલીસે રેડ કરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ અને બિયર નો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેમાં પોલીસે અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 27 બોટલો તેમજ અલગ-અલગ બ્રાન્ડના બિયરના 63 ટીન સહિત રૂ.25,575 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લઇ જગદીશભાઈ કરસનભાઈ વાટુકીયા વિરુદ્ધ રાણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી PSI એચ.એ.વસાવા એ હાથ ધરી છે….

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here