બોટાદ SOG પોલીસે બરવાળામાંથી બે શખ્સોને પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે. આ એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત હોય છે.ઝડપાયેલા આરોપીઓમાં બરવાળાના શાંતિવન સોસાયટીમાં રહેતા હુસેન મહેબૂબ પુજાણી અને ખારા વિસ્તારના પ્રવિણ ધનજી વિરગામાનો સમાવેશ થાય છે.બોટાદ SOG PI એમ. જી.જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે બરવાળા-વલ્લભીપુર રોડ પરથી આ બંને શખ્સોને પકડ્યા હતા.તેમની પાસેથી 7 ગ્રામ 560 મિલીગ્રામ એમ્બરગ્રીસ મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે રૂ. 1 લાખ 13 હજાર 400 આંકવામાં આવી છે.એમ્બરગ્રીસ ઉપરાંત, પોલીસે મોટરસાયકલ-1 રૂ.25,000, મોબાઈલ-2 રૂ. 40,000 મળી કુલ રૂ. 1 લાખ 78 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે SOG દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પ્રતિબંધિત એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેપાર સામે બોટાદ SOGની આ કાર્યવાહીને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે…
REPOTER :વિપુલ લુહાર

